Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

હવે સોનિયા ગાંધી દર મંગળવારે સંસદ સભ્યોને મળશે

સંસદ સત્ર દરમિયાન પાર્ટીના લોકસભા સભ્યો સાથે દર અઠવાડિયે બેઠક કરશે

નવી દિલ્હી : કોંગ્રેસ સંસદીય દળના નેતા સોનિયા ગાંધી સંસદના સત્ર દરમ્યાન દર અઠવાડિયે મંગળવારના દિવસે પાર્ટીના લોકસભાના સભ્યો સાથે બેઠક કરશે.

 સુત્રોના જણાવ્યા મુજબ પાર્ટીએ એ નિર્ણય લીધો છે કે સંસદ સત્ર દરમ્યાન દરેક મંગળવારે સવારે 10-15 વાગ્યે સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં લોકસભા સાંસદોની બેઠક યોજવામાં આવશે.

આ ઉપરાંત સત્રના દરેક કામકાજના દિવસે સવારે 10-30 વાગ્યે કોંગ્રેસના લોકસભાના સાંસદોની અધીર રંજન ચૌધરી અથવા કે. સુરેશની અધ્યક્ષતામાં બેઠક યોજી તે દિવસની રણનીતિ પર ચર્ચા કરશે. ફ્લોર મેનેજમેન્ટ અને બેઠકો સાથે જોડાયેલા કાર્યોમાં કે. સુરેશની મદદ માટે પક્ષે સાંસદ ગૌરવ ગોગોઇ તેમ મણિકમ ટાગોરની નિયુક્તિ કરી

(12:07 pm IST)