Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

મોડીરાત્રે મુંબઈના ગોરેગાંવમાં બે વર્ષનો બાળક ખુલ્લી ગટરમાં પડી ગયો : રેસક્યુ ટીમ ઘટના સ્થળે

બે વર્ષનો દિવ્યાંશુ રમતા રમતા મુખ્ય રોડ પાર આવી ગયો : પગ લપસતાં ખુલી ગટરમાં પડ્યો

મુંબઈ ;મોડીરાત્રે મુંબઇના ગોરેગાંવ વિસ્તારમાં બે વર્ષનો  બાળક ખુલ્લી ગટરમાં પડી ગયો. પ્રાથમિક તપાસમાં આ બાળકનું નામ દિવ્યાંશુ અને તેની ઉંમર 2 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતા પોલીસ અને બીએમસીની ટીમ ઘટનાસ્થળે પહોંચી બાળકનું સર્ચ ઓપરેશન શરૂ કર્યું. જો કે હજુ સુધી બાળકની કોઇ ભાળ મળી નથી. બાળક ખુલ્લી ગટરમાં પડવાની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ.છે 

  સીસીટીવીમાં સ્પષ્ટ જણાઇ આવે છે કે દિવ્યાંશુ તેમના ઘર પાસે રમતા રમતા મુખ્ય રસ્તા પર આવી ગયો અને જેવો તે પરત ફરવા જાય છે. ત્યારે તેનો પગ લપસી પડે છે અને તે ખુલ્લી ગટરમાં પડે છે. ગટરમાં વહી રહેલા પાણીના તેજ પ્રવાહમાં ગરકાવ થયેલા દિવ્યાંશુને શોધવા માટે રેસ્ક્યુ ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.

(11:43 am IST)