Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

સુપ્રીમ કોર્ટના વકીલ ઈન્દીરા જયસિંહ અને આનંદ ગ્રોવરના મુંબઈ અને દિલ્હીના ઘરે CBIના દરોડા

વિદેશી ફંડિંગ મામલે કાર્યવાહી : વિદેશી ફંડ નિયમનનો કાયદો તોડવાનો આરોપ છે

CBI એ ગુરુવારે સવારે સુપ્રીમ કોર્ટના સીનિયર વકીલ ઇન્દીરા જયસિંહ અને આનંદ ગ્રોવરના દિલ્હી અને મુંબઇ સ્થિતિ ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા છે.

દેશના જાણીતા વકીલ ઇન્દિરા જયસિંહ અને આનંદ ગ્રોવરના ઘરે ગુરુવારે સવારે CBI એ દરોડા પાડ્યા છે. આ દરોજા એમના ફાઉન્ડેન્શન 'લૉયર્સ કલેક્ટિવ' પર વિદેશી ફંડિંગને લઇને ચાલી રહેલા મામલામાં થયા છે. CBI એ આ મામલે કેસ દાખલ કરી લીધો હતો. ત્યારબાદ દિલ્હી અને મુંબઇના એમના ઘરે તપાસ કરવામાં આવી રહી છે.

લૉયર્સ કલેક્ટિવ પર વિદેશી ફંડ નિયમન કાયદો (FCRA) તોડવાનો આરોપ છે. ત્યારબાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એનું લાયસન્સ રદ કરી દીધું હતું. આ ગોટાળા સામે આવ્યા બાદ સીબીઆિએ આ મામલે આનંદ ગ્રોવર અને લૉયર્સ કલેક્ટિવ પર કેસ દાખલ કર્યો હતો

દરોડા વખતે જ્યારે આનંદ ગ્રોવર સાથે સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે એને કોઇ પણ પ્રકારની વાત કરવાની ના પાડી દીધી. જો કે આ વચ્ચે એમને કહ્યું કે સીબીઆઇ તરફથી જે પણ આરોપ લગાવવામાં આવ્યો એ ખોટો છે.

ગૃહ મંત્રાલયની તરફથી આરોપ લગાવવામાં આવ્યો હતો કે કેટલુંક ફંડ કલેક્ટ કરવામાં આવી રહ્યું છે, જેનો ઉપયોગ HIV/AIDS બીલની મીડિયામાં વકીલાત કરવા માટે કરવામાં આવ્યો. આ પાછળ એમના જ ફાઉન્ડર્સ લૉયર્સ કલેક્ટિવનું નામ સામે આવ્યું હતું.

(11:55 am IST)