Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ત્રણ તલાક ખરડો રાજ્યસભામાં પસાર કરાવવો અઘરો

તૃણમૂલ ખરડાની વિરોધી પણ વોકઆઉટ કરશે : બીજદ અને ટીઆરએસનું વલણ બનશે મહત્વપૂર્ણ

નવી દિલ્હી, તા. ૧૧ :. રાજ્યસભામાં ત્રણ તલાક ખરડો પસાર કરાવવો સરકાર માટે હજી પણ સરળ નથી જણાતો. બીજદ અને ટીઆરએસ જેવા સહયોગી પક્ષોના સહયોગની તેને આશા છે પણ તે પક્ષો પણ ખરડાની કેટલીક જોગવાઈઓની વિરૂદ્ધમાં છે. તેમાંથી આપરાધિકતાવાળી જોગવાઈઓ હટાવવી જોઈએ તેવા તેમના વલણ પર તે હજી સુધી સ્થિર છે. આ સ્થિતિમાં આ બન્ને પક્ષોનું વલણ મહત્વપૂર્ણ સાબિત થશે.

રાજ્યસભામાં બીજદના સાત અને ટીઆરએસના છ સભ્યો છે. આ પક્ષો સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું કે તેઓ ખરડાની વિરૂદ્ધમાં છે પણ રાજ્યસભામાં તેના વિરૂદ્ધ મત આપવો કે તટસ્થ રહેવાનુ છે. એ પક્ષની ટોચની નેતાગીરી દ્વારા નક્કી કરવામાં આવશે. જો કે એટલું નક્કી છે કે જ્યાં સુધી આપરાધિકતાવાળી જોગવાઈને દૂર નહીં કરાય ત્યાં સુધી બન્ને પક્ષો દ્વારા ખરડાને કોઈ પણ પ્રકારે સમર્થન કરવાની શકયતા નથી.

બીજદના સૂત્રોએ કહ્યું કે લોકસભામાં વિરોધ કરવાનો કોઈ ફાયદો નથી કેમ કે ત્યાં એનડીએની બહુમતી છે પણ રાજ્યસભામાં જ્યારે આ ખરડો આવશે ત્યારે તેના પર આખરી નિર્ણય લેવાશે.

જ્યારે એનડીએના ઘટક જનતા દળ (યુ)એ સ્પષ્ટતા કરી દીધી છે તે ા ખરડાની વિરૂદ્ધમાં છે પણ તે ખરડાની તરફેણમાં મતદાન નહીં કરે અને તટસ્થ રહેશે. આ સ્થિતિમાં સરકારનું ગણિત બહુ ખરાબ રીતે ગુંચવાઈ ગયુ છે.

(11:12 am IST)