Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

રેલયાત્રીઓને મળશે રાહત :ઓક્ટોબરથી ટ્રેનમાં દૈનિક 4 લાખ બર્થનો કરાશે ઉમેરો

નવી ટેક્નોલોજીના ઉપયોગથી વાર્ષિક ફ્યુઅલ બિલમાં 6000 હજાર કરોડ બચશે

 

મુંબઈ : ભારતીય રેલવે ઓક્ટોબરથી પ્રતિ દિવસ ચાર લાખ બર્થનો ઉમેરો કરશે સાથે રેલવે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા જઈ રહી છે જેમાં પાવર જનરેટ એન્જિન, પાવર કાર, લાઈટિંગ અને એસીનો સમાવેશ થાય છે તેમ રેલવેના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ હતું.

  હાલમાં  એલએચબી રેકમાં દરેક ટ્રેનની અંતર્ગત એક કે બે પાવર કાર છે જે ડિઝલની મદદથી કોચમાં ઈલેક્ટ્રિસિટી સપ્લાય કરવાનું કાર્ય કરે છે. નવી ટેકનોલોજી હેડ ઓન જનરેશનના નામથી ઓળખવામાં આવે છે જેનો ઉપયોગ વિશ્વભરમાં થઈ રહ્યો છે.જેનું કાર્ય પાવર સપ્લાય છે જે સમગ્ર પાવર લાઈન અને કોચમાં ઈલેક્ટ્રિસિટી પહોંચાડવાનું કાર્ય છે

 . ઓક્ટોબર ર૦૧૯માં ભારતીય પ૦૦૦ કોચમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાની છે. નવી ટેકનોલોજીથી રેલવેના વાર્ષિક ફ્યૂચલ બિલમાં રૃ.૬૦૦૦ કરોડનો ઘટાડો થવાનો શક્યતા છે. નોન - એસી કોચ માટે પાવર કારને પ્રતિ કલાક ૪૦ લિટર ડિઝલનો ઉપયોગ કરે છે જ્યારે એસી કોચમાં પ્રતિ કલાક ૬પથી ૭૦ લિટર ડિઝલનો ઉપયોગ કરવામાં આવે છે.

ત્રણ યુનિટ વીજ માટે આશરે એક લિટર ડિઝલનો ઉપયોગ થયા છે. જ્યારે નોન- એસી કોચ માટે આશરે ૧ર૦ યુનિટનો ઉપયોગ થાય છે. નવી સિસ્ટમ ઈકો-ફેન્ડલી છે જેનાથી એર અથવા નોઈસ પોલ્યુશન થતુ નથી અને કાર્બન ડાયોક્સાઈડનો ઉપયોગ કરવામાં આવે છે.

(12:00 am IST)