Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

જનધન એકાઉન્ટમાં જમાનો આંકડો એક લાખ કરોડ થયો

જનધન ખાતાઓની સંખ્યા ૩૬.૦૬ કરોડ : લાભ મેળવનાર લોકોની સંખ્યા વધે તેના પર ખાસ ધ્યાન

નવી દિલ્હી, તા. ૧૦ : મોદી સરકાર દ્વારા પાંચ વર્ષ અગાઉ લોંચ કરવામાં આવેલી જનધન સ્કીમ હેઠળ ખોલવામાં આવેલા બેંક ખાતાઓમાં ડિપોઝિટનો આંકડો એક લાખ કરોડના આંકડાને પાર કરી ચુક્યો છે. નવેસરના નાણામંત્રાલયના આંકડા મુજબ પ્રધાનમંત્રી જનધન યોજના એકાઉન્ટમાં કુલ બેલેન્સનો આંકડો એક લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. કુલ બેલેન્સનો આંકડો ઉલ્લેખનીય સપાટી ઉપર પહોંચતા નવી આશા જાગી છે. ૩૬.૦૬ કરોડ પ્રધાનમંત્રી જનધન યોજનામાં ત્રીજી જુલાઈ સુધીના આંકડા દર્શાવે છે કે, આંકડો ૧૦૦૪૯૫.૯૪ કરોડ સુધી પહોંચી ગયો છે. લાભ મેળવનાર લોકોના ખાતામાં ડિપોઝિટનો આંકડો ૬ઠ્ઠી જૂનના દિવસે ૯૯૬૪૯.૮૪ કરોડનો હતો. પ્રધાનમંત્રી જનધન યોજના ૨૮મી ઓગસ્ટ ૨૦૧૪ના દિવસે લોંચ કરવામાં આવી હતી. દેશના લોકોને બેંકિંગની સુવિધા આપવાના ઇરાદા સાથે સ્કીમ રૂ કરવામાં આવી હતી ત્યારબાદથી આને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ખાતાઓની સંખ્યા ૩૬.૦૬ કરોડ સુધી પહોંચી ગઈ છે. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતા બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ ખાતા છે. આમા રુપે ડેબિટ કાર્ડ અને ઓવરડ્રાફ્ટની પણ સુવિધા રાખવામાં આવી છે. રાજ્યસભામાં નાણામંત્રાલય દ્વારા હાલમાં કહેવામાં આવ્યું હતું કે, પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ઝીરો બેલેન્સ એકાઉન્ટની સંખ્યા .૧૦ કરોડથી ઘટીને .૦૭ કરોડ સુધી પહોંચી ગઇ છે. માર્ચ ૨૦૧૯માં ખાતાઓની સંખ્યા ઘટી ગઈ છે. માર્ચ ૨૦૧૮માં ખાતાની સંખ્યા .૧૦ કરોડ હતી. હવે સંખ્યા ઉલ્લેખનીયરીતે વધારવાના પ્રયાસ પણ થઇ રહ્યા છે. રૂપે ડેબિટ કાર્ડ પણ ૨૮.૪૪ કરોડ ખાતા ધારકોને જારી કરવામાં આવી ચુક્યા છે. બીએસબીડી એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ જાળવવાની કોઇ રૂ રહેતી નથી. સ્કીમની સફળતાથી ખુશ થઇને સરકારે બે લાખ રૂપિયાનો એક્સીડેન્ટ ઇન્સ્યોરન્સ કર્યો હતો જેને રૂઆતમાં એક લાખ રૂપિયાનો રાખવામાં આવ્યો હતો. ૨૮મી ઓગસ્ટ ૨૦૧૮ના દિવસે ખોલવામાં આવેલા નવા ખાતાઓ માટે અકસ્માત વિમાનો આંકડો એક લાખથી વધારીને બે લાખ રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આવી રીતે ઓવરડ્રાફ્ટ માટેની મર્યાદા ૧૦૦૦૦ રૂપિયા કરવામાં આવી છે. સરકારે મુખ્ય ધ્યાન દરેક પરિવારથી લઇને દરેક બેંક નહીં ધરાવતા પુખ્તવયના લોકો ઉપર કેન્દ્રિત કરી છે. જનધન ખાતા ધારકો પૈકી ૫૦ ટકા મહિલાઓ છે. યોજનાનો ઉદ્દેશ્ય મૂળભૂત બેઝિક બેંક એકાઉન્ટની નાણાંકીય ઉપલબ્ધતા તમામને મળે તે રહેલો છે.

(12:00 am IST)