Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ઋષિકેશમાં અતિભારે વરસાદથી ગંગા ભયજનક સ્તરે : તંત્ર સજ્જ

ઋષિકેશ ઉપરાંત દહેરાદૂન, ચમોલી, હરિદ્વાર પણ ભારે વરસાદ : અતિભારે વરસાદના પરિણામ સ્વરુપે નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા : ઉત્તરપ્રદેશ, બિહાર સહિત છ રાજ્યોમાં રેડએલર્ટની કરાયેલી જાહેરાત

ઋષિકેશ, તા. ૧૦ : ઉત્તરાખંડના ઋષિકેશમાં અતિભારે વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. બીજી બાજુ ઉત્તરાખંડના ઋષિકેશમાં ગંગા નદીમાં પાણીની સપાટી ભયજનક સ્તરની નજીક પહોંચી ગઈ છે. રાજ્યમાં અવિરત વરસાદ છેલ્લા કેટલાક દિવસથી પડી રહ્યો છે. ગંગા નદીમાં પાણીની સપાટી ૩૩૮.૦૫ મીટર સુધી પહોંચી ગઈ છે. રાજ્યના જુદા જુદા ભાગોમાં અતિભારે વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગના કહેવા મુજબ ઉત્તરાખંડના જુદા જુદા ભાગોમાં પણ ભારે વરસાદથી નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, વ્યાપક વરસાદ હજુ પણ જારી રહેશે. ૧૨મી જુલાઈ સુધી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે એક દિવસ પહેલા ભારે વરસાદની ચેતવણી જારી કરી હતી. નૈનિતાલ, ચંપાવર, પીથોરાગઢ, ચમોલી, દહેરાદુન જિલ્લાઓમાં પણ ભારે વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, નૈનિતાલ, ચમોલી, પોરીગઢવાલમાં પણ અતિભારે વરસાદ થઇ શકે છે. હરિદ્વાર જિલ્લામાં પણ અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આઈએમડી તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દેશના રાજ્યોમાં રેડએલર્ટની જાહેરાત કરવામાં આવી ચુકી છે. હવામાન વિભાગના કહેવા મુજબ ઉત્તરપ્રદેશ, બિહારમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. પૂર્વીય ઉત્તરપ્રદેસમાં ૧૩મી જુલાઈ સુધી રેડએલર્ટની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તરાખંડ, સિક્કિમ, આસામમાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. મુંબઈ અને તેના આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણપશ્ચિમ મોનસુન સમગ્ર દેશમાં પહોંચી ગયુ છે. કેટલાક વિસ્તાર હવે બાકી રહ્યા છે. હવામાન વિભાગે કહ્યુ છે કે દેશભરમાં મોનસુન સક્રિય થઇ ગયુ છે. ૧૨મી જુલાઇ સુધી રાજસ્થાન સહિત કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આને લઇને તંત્ર સંપૂર્ણ સાવધાન છે. ઉત્તરાખંડમાં ૧૧મી જુલાઇના દિવસથી ભારે વરસાદ પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે વખતે સામાન્ય કરતા જલ્દીથી મોનસુન સક્રિય થયુ છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં મોનસુનની એન્ટ્રી થઇ હતીઉત્તર પશ્ચિમ ભારતમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. જે મોનસુનના આગમન કરતા પહેલા રહેતા મદદગાર છે. વેસ્ટર્ન ડિસ્ટરબન્સ હવામાન સાથે સંબંધિત એક ઘટના તરીકે છે. જેના કારણે દેશના ઉત્તરી હિસ્માં ભારે વરસાદ થયો છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગો ભારે વરસાદ થઇ રહ્યો છે. આગામી બે દિવસમાં ક્ષેત્રોમાં પણ  ભારે વરસાદ પડશેજુન મહિનામાં ઓછો વરસાદ રહ્યા બાદ જુલાઇ અને ઓગષ્ટમાં સામાન્ય અને સારો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છેમોનસુનને લઇને તમામ લોકો ખુશ છે. સરકાર પણ સારા વરસાદની અપેક્ષા રાખે છે. દેશના અર્થતંત્ર માટે પણ મોનસુન ઉપયોગી સાબિત થાય છે. રાજ્યોમાં રેડએલર્ટની જાહેરાત કરવામાં આવ્યા બાદ તંત્ર દ્વારા તમામ સંભવિત પગલા લેવામાં આવી રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં પણ વિવિધ પગલાઓ લેવાઈ રહ્યા છે. વરસાદ સંબંધિત બનાવોને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે. ઉત્તરાખંડમાં પહેલાથી ભારે વરસાદ થઇ રહ્યો છે અને હજુ માહોલ અકબંધ રહી શકે છે. ઋષિકેશ અને આસપાસના વિસ્તારોમાં પહોંચેલા શ્રદ્ધાળુઓમાં પણ નિરાશાનું મોજુ ફરી વળ્યું છે. કારણ કે, ધાર્મિક યાત્રા વેળા તેમને ઘરમાં રોકાવવાની ફરજ પડી રહી છે. ભારે વરસાદના લીધે પ્રવાસીઓને સાવચેત રાખવા માટે તંત્રએ સૂચના જારી કરી છે. ઉત્તરપ્રદેશ ઉપરાંત, બિહાર, સિક્કિમ અને આસામમાં પણ ભારે વરસાદ થઇ શકે છે. જૂન મહિનામાં નિરાશાજનક વરસાદ પડ્યા બાદ હવે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે, વાવણીની પ્રક્રિયાને પણ હવે વધુ ઝડપી કરવામાં આવશે.

ભારે વરસાદની સાથે...

*            ઉત્તરાખંડના ઋષિકેશમાં અતિભારે વરસાદ

*          ઋષિકેશમાં જનજીવન ઉપર પ્રતિકુળ અસર થઇ

*          ગંગા નદીમાં પાણીની સપાટી ભયજનક સ્તરની નજીક પહોંચી

*          ગંગા નદીમાં પાણીની સપાટી ભારે વરસાદ બાદ ૩૩૮.૦૫ મીટર સુધી પહોંચી

*          હવામાન વિભાગના કહેવા મુજબ ૧૩મી સુધી અતિભારે વરસાદ પડી શકે

*          ઉત્તરપ્રદેશ અને બિહાર સહિત રાજ્યો માટે રેડએલર્ટની જાહેરાત કરાઈ

*          ઉત્તરાખંડ, સિક્કિમ અને આસામમાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ

*          વાણિજ્ય પાટનગર મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં અતિભારે વરસાદની ચેતવણી

(12:00 am IST)