Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

પાકિસ્‍તાન આઠ આતંકી સંગઠ્ઠનને ફરી ઉભા કરવા લાગ્‍યુ

નવી દિલ્હી: જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષા દળના ઓપરેશન અને આતંકવાદ પર કેન્દ્ર સરકારની કડક કાર્યવાહીથી પાકિસ્તાન બેબાકળું બન્યું છે. ગુપ્ત સૂત્રોના અહેવાલથી સમાચાર મળી રહ્યાં છે કે, પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ISI હવે પાકમાં હાજર જુના અને નાના-નાના આતંકી સંગઠનોને આતંકવાદ વધારવા માટે ઊભા કરવામાં લાગ્યું છે.

સૂત્રોના જમાવ્યા અનુસાર, પાકિસ્તાન 8 આતંકી સંગઠનને બીજી વખત ઉભા કરવામાં લાગ્યું છે. આ સંગઠનમાં સિપાહ-એ-સાહબા, જૈશ-ઉલ-અદલ, લશ્કર-એ-ઓમર (LeO), અલ-બદ્ર, લશ્કર-એ-ઝાંગવી (LeJ), તેહરીક-ઉલ-મુજાહિદ્દીન (TuM) અને અલ-ઓમર-મુજાહિદ્દીન (AUM) છે.

સૂત્રો આ પણ જણાવી રહ્યાં છે કે, જૈશ, લશ્કર અને હિઝબુલના આતંકવાદીઓ પર આંતરરાષ્ટ્રીય દબાણના કારણે પાકિસ્તાન હવે 8 નાના-નાના આતંકી સંગઠનોને આતંકવાદ માટે ઉકસાવી રહ્યું છે.

(5:58 pm IST)