Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ચક દે ઇન્ડિયા....

ફ્રાંસને પછાડી ભારત વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા

વિકાસની ઉંચી ઉડાન : જીએસટીને કારણે ભારતની સાખમાં વધારો : પ્રથમ ક્રમે અમેરિકા પછી ચીન, જાપાન, જર્મની, બ્રિટન છે : નોટબંધી જીએસટી પછી અર્થતંત્રની ગાડી દોડી : ફ્રાંસ સાતમા ક્રમે ધકેલાયુ : ભારતની જીડીપી ૨.૫૯૭ ટ્રીલીયન ડોલર : ૨૦૩૨ સુધીમાં ભારત ત્રીજા ક્રમે આવી જશે

પેરીસ તા. ૧૧ : વિકાસના પંથે ભારતીય અર્થવ્યવસ્થાએ ઉંચી ઉડાન ભરી છે. ફ્રાંસ અને બ્રિટન જેવા દેશોને પાછળ ધકેલીને ભારત વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા વાળો દેશ બની ગયો છે. બ્રિટન પાંચમાં ક્રમે રહ્યું છે.

વર્લ્ડ બેન્ક દ્વારા ૨૦૧૭માં જાહેર કરાયેલા આંકડા મુજબ ફ્રાંસ સાતમા ક્રમે ધકેલાયું છે. ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (GDP) ૨.૫૯૭ ટ્રિલિયન ડોલર થયો છે જે ફ્રાન્સના ૨.૫૮૨ ટ્રિલિયન ડોલર કરતા વધુ છે. છેલ્લા કેટલાક ત્રિમાસમાં સુસ્તી રહ્યા બાદ જુલાઈ ૨૦૧૭ના રોજ દેશના જીડીપીમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો.ઙ્ગ

અનેક મહિનાઓ સુધી મંદીમાંથી પસાર થયા બાદ દેશની અર્થવ્યવસ્થામાં જુલાઇ ૨૦૧૭થી મજબુત સુધાર જોવા મળ્યો છે. ૧.૩૪ અબજની વસ્તી ધરાવતો દેશ વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ તરીકે આગળ ધપી રહ્યો છે. જ્યારે ફ્રાન્સની વસ્તી ૬૭ કરોડ છે જેથી ભારતમાં માથાદીઠ જીડીપી કરતા ૨૦ ગણો વધુ હોવાનું વર્લ્ડ બેંકે જાહેર કરેલા આંકડામાં જણાવાયું છે.

નોટબંધી અને જીએસટીના અમલ વચ્ચે ગત વર્ષે ઉત્પાદન અને ગ્રાહક ખર્ચ અર્થતંત્રના મુખ્ય ચાલકબળ રહ્યા હતા. એક દશકમાં ભારતનો જીડીપી વધીને બમણો થયો છે. ચીનનું અર્થતંત્ર ધીમું પડ્યું હોવાથી આગામી સમયમાં ભારત એશિયાનું મુખ્ય ગ્રોથ એન્જિન બનવાની ક્ષમતા ધરાવે છે.ઙ્ગ

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) મુજબ ભારતનો ચાલુ વર્ષે જીડીપી ગ્રોથ ૭.૪ ટકા અને ૨૦૧૯માં ગ્રોથ ૭.૮ ટકા થવાની સંભાવના છે. ટેકસ રિફોર્મ અને ઘરેલુ ખર્ચ વધવાથી ભારતનો આર્થિક વૃદ્ઘિ દર વધી શકે છે.

દરમિયાન આ જ ગાળામાં વૈશ્વિક આર્થિક વૃદ્ઘિ દર ૩.૯ ટકા થવાની અપેક્ષા છે. લંડન સ્થિત સેન્ટર ફોર ઈનકોમિકસ અને બિઝનેસ રિસર્ચના જણાવ્યું હતું કે ગત વર્ષના અંત સુધીમાં ભારત જીડીપીના મામલે બ્રિટન અને ફ્રાંસથી આગળ નિકળશે. આ ઉપરાંત ૨૦૩૨માં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની શકે છે.

૨૦૧૭ના અંતે બ્રિટન ૨.૬૨૨ ટ્રિલિયન ડોલરના જીડીપી સાથે વિશ્વનું પાંચમુ સૌથી મોટું અર્થતંત્ર હતું. આ યાદીમાં યુએસ સૌથી મોખરે છે જયારે જીડીપીની દ્રષ્ટીએ ચીન, જાપાન અને જર્મની અનુક્રમે રહે છે.

વર્ષ ૨૦૧૭ના અંત સુધીમાં બ્રિટને ૨.૬૨૨ ટ્રિલિયન ડોલરની જીડીપીની સાથે વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા રહ્યું છે. જાણકારી માટે જણાવીએ કે અમેરિકા વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે ત્યારબાદ ચીન, જાપાન અને જર્મનીનો નંબર આવે છે.(૨૧.૨૫)

(3:43 pm IST)