Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

લોકડાઉન લાગુ હોવા છતાં સાઉથ આફ્રિકામાં ત્રીજી લહેરની દસ્તક : વિશ્વભરમાં મોટી ચિંતા

એક દિવસમાં કોરોના વાયરસના 9,149 કેસ નોંધાયા : પોઝિટિવિટી રેટ 15.7 ટકાને વટાવી ગયો

નવી દિલ્હી : ભારત સહિત આખું વિશ્વ કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યું છે. ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ કહેર મચાવી રહી છે. એપ્રિલ અને મે મહિનામાં મહામારીએ જે તબાહી મચાવી તેનાથી આખો દેશ હચમચી ઉઠ્યો હતો. અત્યારે કોરોના વાયરસના કેસ તો ઘટયા છે પરંતુ મૃત્યુ પામતા લોકોની સંખ્યા હજુ વધારે છે. ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવે તો તેના સામે લડવા માટેની તૈયારી ચાલુ કરી દેવામાં આવી છે ત્યારે સાઉથ આફ્રિકામાં ત્રીજી લહેરે દસ્તક આપી દીધી છે. કોરોના સામે ધીમે ધીમે જીત તરફ આગળ વધી રહેલા વિશ્વ માટે આ મોટો ઝટકો છે.

કોરોના વાયરસના કારણે સાઉથ આફ્રિકામાં ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે જેની જાણકારી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કમ્યુનિકેબલ ડીસીઝ દ્વારા આપવામાં આવી છે. આફ્રિકા મહાદ્વીપમાં સાઉથ આફ્રિકા સૌથી વધારે પ્રભાવિત દેશ છે જ્યાં એક દિવસમાં કોરોના વાયરસના 9,149 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર એવી રીતે તૂટી પડે છે કે પોઝિટિવિટી રેટ 15.7 ટકાને વટાવી ગયો છે.

NCID દ્વારા કહેવામાં આવ્યું છે કે દક્ષિણ આફ્રિકામાં ટેકનિકલ રૂપથી ત્રીજી લહેરમાં પ્રવેશ કરી ચૂક્યો છે. સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર આફ્રિકામાં કોરોના વાયરસના 50 લાખ કેસ નોંધાયા છે જેમાં સૌથી વધારે પ્રભાવિત સાઉથ આફ્રિકા છે. વેક્સિનેશનની પ્રક્રિયા પણ ખૂબ જ ધીમી છે જેના કારણે કોરોના વાયરસના કારણે આફ્રિકામાં મૃત્યુ પામનાર લોકોના 43 ટકા સાઉથ આફ્રિકાના છે.

NSIDના અપડેટ અનુસાર 844 હોસ્પિટલોમાં 24 કલાકમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. દેશમાં 10 જૂને 9,149 કેસ સામે આવતા કુલ કેસની સંખ્યા વધીને 1,722,086 થઈ ગઈ છે જ્યારે કુલ મૃતાંક 57,410 પર પહોંચ્યો છે. સાઉથ આફ્રિકામાં કોરોના વાયરસના વધતાં કેસને જોતાં 31 મેના રોજ લૉકડાઉનનું બીજું ચરણ લાગુ કરવામાં આવ્યું હતું છતાં એક જ મહિનામાં પોઝિટિવિટી રેટ એક જ મહિનામાં ડબલ થઈ ગયો છે

(10:36 pm IST)