Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

કંગના ફરી વિવાદમાં : બીજી વખત માસ્ક પહેર્યા વગર દેખાતા થઇ ટ્રોલ:યુઝર્સે લખ્યું- ‘આની શકલ પસંદ નથી’

કંગના ઓફિસમાં સ્ટાફ અને ફોટોગ્રાફરો સાથે વૃક્ષારોપણ કરી રહી હતી અને માસ્ક પણ પહેર્યું નહતું

મુંબઈ :બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌત ફરી સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ છે હંમેશા મોદી સરકારનો પક્ષ લેતી કંગના બીજી વખત માસ્ક વગર દેખાતા સોશિયલ મીડિયા યુઝર્સે તેને નિશાન બનાવી હતી,કોઇએ લખ્યું કે મને આની શકલ પસંદ નથી. થોડા દિવસ પહલાં પણ તે માસ્ક વગર દેખાતા યુઝર્સે તેને ટોકી હતી. છતાં તેણે પાઠ શીખ્યો નહીં.

કંગના રણૌતે શુક્રવારે મુંબઇમાં પોતાની ઓફિસના રિનોવેશનના કામની દેખરેખ કરી રહી હતી. તે પોતાની ઓફિસમાં સ્ટાફ અને ફોટોગ્રાફરો સાથે વૃક્ષારોપણ કરી રહી હતી અને માસ્ક પણ પહેર્યું નહતું.

 

સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાનીએ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો. જેમાં કંગના માસ્ક વિના સૌની હાજરીમાં ઓફિસમાં વૃક્ષારોપણ કરતી દેખાય છે. આ પ્રસંગે તેની સાથે ટીમના સભ્યો, સિક્યોરિટી અને ફોટોગ્રાફર્સની ભીડ પણ હતી. જેને પગલે યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું.

એક યુઝર્સે લખ્યું ‘મેરે કો ઇસકી શક્લ પસંદ નહીં આઇ……’ તો બીજાએ હદ વટાવી લખી નાંખ્યું કે માસ્ક તો પહેન લે ગંદી ઔરત…

નોંધનીય છે કે BMCના અધિકારીઓએ કંગનાની પાલી હિલ સ્થિત ઓફિસમાં તોડફોડ કરી હતી. ત્યાર બાદ ગત સોમવારે તેણે ઓફિસ પહોંચી રિનોવેશનના કામની સમીક્ષા કરી હતી. તે દરમિયાન કંગનાએ માસ્ક પહેર્યું નહતું. શુક્રવારે ફરી તેણે અનુકરણ કર્યું. જેના લીધે યુઝર્સે તેને ટાર્ગેટ કરવા માંડી હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગના ફિલ્મ થલાઇવીમાં દેખાશે. આ ફિલ્મ તમિલનાડુની દિવંગત પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના જીવન પર આધારિત છે. ઉપરાંત તે તેજસ અને ધાકડમાં પણ જોવા મળશે. છતાં તેણે તાજેતરમાં લખ્યું હતું કે તેની પાસે કામ નથી. પરિણામે તે ગત વર્ષનો તેનો ઇન્કમ ટેક્સ ચૂકવી સકી નથી.

(8:18 pm IST)