Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

પાકિસ્તાનમાં રસી ન લગાવે તેનું સિમ કાર્ડ બ્લોક કરી દેવાશે

રસી ન મૂકાવવા માગતા લોકોથી વિશ્વના ઘણા દેશ હેરાન : પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સરકારે લોકોને કોરોનાની વેક્સિન માટે ફરજ પાડવા આકરા પગલાંનો નિર્ણય કર્યો

નવી દિલ્હી, તા. ૧૧ : કોરોનાની બીજી લહેરના કારણે સંખ્યાબંધ દેશો પરેશાન છે અને હવે કોરોના વેક્સીન નહીંમુકાવવા માંગતા લોકોના કારણે પણ ઘણા દેશો હેરાન થઈ રહ્યા છે.

અમેરિકા જેવા દેશો લોકોને વેક્સીન લગાવવા માટે ઈનામી લાલચ આપી રહ્યા છે તો બીજી તરફ પાકિસ્તાન લોકોને વેક્સીન સેન્ટરો સુધી ખેંચી લાવવા માટે ધમકીના હથિયારનો ઉપયોગ કરી રહ્યુ છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સરકારે ધમકી આપી છે કે, જે લોકો વેક્સીન નહીં લગાવે તેમનુ સીમ કાર્ડ બ્લોક કરી દેવામાં આવશે. જેનો મતબલ કે તેઓ પોતાના મોબાઈલનો ઉપયોગ નહીં કરી શકે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે પંજાબના સ્વાસ્થ્ય મંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ઉપયોર્ક નિર્ણય લેવાયો હતો. જેમાં નક્કી કરાયુ હતુ કે, જે પણ કોરોના વેક્સીન નહીં લગાવે તેમનુ સીમ કાર્ડ બ્લોક કરી દેવાશે. સરકારનુ કહેવુ છે કે, જ્યાં મોટા પાયે વેક્સીન મુકાઈ છે ત્યાં કોરોનાના કેસ ઘટ્યા છે. જોકે નિર્ધારિત લક્ષ્ય કરતા વેક્સીન લગાવનારા લોકોની કુલ સંખ્યા ઓછી છે. હવે લોકો વેક્સીનુ મુકાવે તે માટે આકરા નિયમો લાગુ કરવાનુ નક્કી થયુ છે.

પંજાબના સ્વાસ્થ્ય મંત્રી ડો.યાસમીન રશીદનુ કહેવુ છે કે, અમે એવા લોકોનુ લિસ્ટ તૈયાર કરી રહ્યા છે જેઓ કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લીધા બાદ બીજો ડોઝ લેવા માટે આવ્યા નથી. ઘણા લોકો પહેલો ડોઝ લીધા બાદ પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. જેના કારણે લોકોમાં ડર પણ પેસી ગયો છે.

(7:44 pm IST)