Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

ભારતીય શેરબજારમાં બલ્લે બલ્લે :સેન્સેક્સ-નિફટી ઓલ ટાઈમ હાઈ સપાટીએ : રોકાણકારોની બખ્ખા

રોકાણકારોની નેટવર્થમાં 1.29 લાખ કરોડો વધારો, BSE લિસ્ટેડ ફર્મોની માર્કેટ કેપ 231.52 લાખ કરોડ થઇ

મુંબઈ : ભારતીય શેરબજારમાં તેજી જોવાઈ છે સપ્તાહના અંતે સેન્સેક્સ 17 પોઇન્ટ વધીને 52,474 અને નિફટી પણ 61.62 પોઇન્ટ વધી 15,799 પર બંધ રહ્યા હતા. શેરબજારમાં સકારાત્મક વૈશ્વિક સંકેતોને કારણે ઉછાળો જોવા મળ્યો.

સેન્સેક્સે આજે સર્વોચ્ચ સપાટી 52,641.53 કૂદાવી હતી. અગાઉ આ વર્ષે ફેબ્રુઆરીમાં જ સેન્સેક્સે 52,516ની સર્વોચ્ચ સપાટી પ્રાપ્ત કરી હતી. જ્યારે નાણાંમંત્રી નિર્મલા સીતારમણના ત્રીજા બજેટ વખતે પહેલી ફેબ્રુઆરીએ નિફટીએ 15,431ની ઓલટાઇમ હાઇ સપાટી પ્રાપ્ત કરી હતી.આજે બીએસઇમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપમાં 231.52 લાખ કરોડ થઇ. જ્યારે રોકાણકારોની નેટવર્થ 1.29 લાખ કરોડ વધી હતી.

આજે સવારે સેન્સેકસ 52,477.19 પોઇન્ટ પર ખુલ્યો હતો. ગઇ કાલે 52,300.47 પોઇન્ટે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટની ઓલટાઇમ હાઇ સપાટી 15,835.55 પોઇન્ટ છે. તે આજે 15,796.45એ ખુલ્યો હતો. જ્યારે ગઇ કાલે ગુરુવારે 15,735.75 પોઇન્ટ બંધ રહ્યો હતો.

બીએસઇ સેન્સેક્સમાં ડો.રેડ્ડી લેબ્સ, પાવર ગ્રીડ કોર્પ, TCS,જેએસડબ્લ્યુ, કોલ ઇન્ડિયા, હિન્ડાલ્કો, ઈન્ફોસિસ, HCL ટેક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ડો.રેડ્ડી લેબ્સ 3.03 ટકા વધીને 5451.20 પર બંધ રહ્યો હતો. પાવર ગ્રીડ કોર્પ 1.97 ટકા વધીને 5451.20 પર બંધ રહ્યો હતો. જયારે ડિવિસ લેબ, એક્સિસ બેન્ક લાર્સન એન્ડ ટૂબ્રો, ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફિનસર્વ, ભારતી એરટેલ, ICICI બેન્ક સહિતના શેર્સના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

સેક્ટોરિયલ શેર પર નજર કરીએ તો આજે ઓટો, ફાર્મા, આઇટી અને મેટલના શેર્સ વધ્યા. જ્યારે ફાઇનાન્સ, બેન્ક, રિયલ્ટી, એફએમસીજી અને મીડિયાના શેરોમાં ઘટાડો નોંધાયો.

જાપાનના નિક્કેઈમાં 0.02 ટકાનો સામાન્ય ઘટાડો નોંધાયો છે. ચીનનો શંઘાઈ કમ્પોઝિટ 0.54 ટકા ઘટીને બંધ થયો. હોંગકોંગના હેંગસેંગમાં 0.52 ટકા તેજી રહી. કોરિયાના કોસ્પીમાં 0.77 ટકા ઉઠાળો આવ્યો. ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડિનરીઝ 0.24 ટકા વધીને બંધ થયો.

ગુરુવારે અમેરિકાના બજાર તેજી સાથે બંધ થયા હતા. નાસ્ડેકમાં 0.78 ટકાનો ઉછાળો આવ્યો હતો. S&P 500 ઈન્ડેક્સ 0.47 ટકાની તેજી સાથે બંધ થયો હતો. ડાઉ જોન્સમાં 0.06 ટકાનો સામાન્ય વધારો રહ્યો હતો. યુરોપના મહત્વના શેરબજારોમાં તેજી છે. બ્રિટનનો FTSE લગભગ 60 ટકા ઉછળો છે. ફ્રાન્સના CACમાં 50 ટકા જ્યારે જર્મનીના DAXમાં 0.20 ટકાની મજબૂતાઈ છે.

(6:25 pm IST)
  • એક લાખ કરોડ રૂપિયાના IL&FS કૌભાંડમાં માસ્ટર માઈન્ડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસ પૂર્વ ચેરમેન રવિ પાર્થશારથીની ધરપકડ : ચેન્નાઈ પોલીસની અપરાધ શાખા એ ધરપકડ કરી :ઈકોનોમિક ઓફિસ (EOW)એ કહ્યું કે પૂર્વ ચેરમેન રવિ પાર્થસારથીના નેતૃત્વમાં IL&FS ફ્રોડ કરવાનું મુખ્ય મથક બની ગયું હતું. access_time 12:41 am IST

  • આખરે ટીએમસી માંથી ભાજપમાં શામેલ થયેલ બંગાળના દિગ્ગજ નેતા મુકુલ રોયની ઘર વાપસી થઈ : ફરી ટીએમસીમાં જોડાયા : ભાજપ માટે શરમજનક ઘટના : હજુ ઘણાં ધારાસભ્યો સહિત ભાજપના નેતાઓ પણ તેમની મૂળ પાર્ટી ટીએમસીમાં પાછા જાય તેવી સંભાવના : CM મમતા બેનર્જી બપોરે 3.30 વાગ્યે ટીએમસી ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે તેમ જાણવા મળે છે. (ન્યુઝફર્સ્ટ) access_time 2:42 pm IST

  • કોરોના એ સરકારનું ષડયંત્ર છે : મુસ્લિમોની વધી રહેલી જનસંખ્યા મહા વિનાશ સર્જશે : હિંદુઓ પાંચથી છ બાળકો પેદા કરે : મથુરાના ડાસના દેવી મંદિરના મહંત સ્વામી યતિ નરસિંહાનંદ સરસ્વતીનું વિવાદિત નિવેદન access_time 7:58 pm IST