Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

ભારત અને કુવૈત વચ્ચે કામદારોની ભરતી માટે MOU : કુવૈત ગયેલા ભારતના કામદારોને કાયદા મુજબ રક્ષણ અને હક્ક હિસ્સા મળશે : ભારતના રાજદૂત ,કુવૈતના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર ,તથા ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે સહી સિક્કા કર્યા

કુવૈત : તાજેતરમાં કુવૈતની મુલાકાત  વખતે ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે  કુવૈત આવતા  ભારતના કામદારોને કાયદા મુજબ રક્ષણ અને હક્ક હિસ્સા મળે તે માટે ચર્ચાઓ કરી હતી. જેની ફલશ્રુતિરૂપે તેઓ ભારતના કામદારોને કાયદા મુજબ રક્ષણ અને હક્ક હિસ્સા અપાવવામાં સફળ થયા છે.

આ તકે કુવૈત ખાતેના ભારતના રાજદૂત સીબી જ્યોર્જ ,કુવૈતના  ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર મજિદ અહમદ ,તથા ભારતના  વિદેશ મંત્રી એસ જયશંકર હાજર  રહ્યા હતા તથા સહી સિક્કા કર્યા હતા તેવું ટી.ઓ.ઈ.દ્વારા જાણવા મળે છે.

 

(6:22 pm IST)
  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં બે દિવસથી ભેદી ધડાકા : રાત્રીના સમયે ભેદી ધડાકાઓથી લોકોમાં ફફડાટ. :ધડાકાઓનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી :ધડાકા સાથે જમીન ધ્રુજી ઉઠે છે છતાં તંત્ર અજાણ : પ્રાંત અધિકારીએ ધડાકા અંગે તપાસના આદેશ આપ્યા access_time 12:08 am IST

  • અહો આશ્ચર્યમ !! ઇઝરાઇલના યેવ્નીમાં ખોદકામ દરમિયાન 1000 વર્ષ જૂનું મરઘીનું અખંડ ઇંડું મળી આવ્યું છે. એક પુરાતત્ત્વવિદે જણાવ્યું હતું કે, "આ ઇંડાની અનન્ય જાળવણી દેખીતી રીતે નરમ માનવ મળ ધરાવતા સેસપિટમાં, તે સદીઓથી મૂકેલી સારી પરિસ્થિતિઓને કારણે હતી અને આ ઈંડાને આટલા વર્ષો જાળવી રાખવામાં મદદરૂપ બની હતી." અન્ય એક પુરાતત્ત્વવિદે કહ્યું કે, "ઇંડામાં એક નાની તિરાડ હતી, જેના લીધે મોટાભાગનું પ્રવાહી તેમાંથી બહાર નીકળી ગયું હતું." access_time 5:50 pm IST

  • ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર, (IKDRC)અમદાવાદએ નવા ચાર ડાયાલિસિસ કેન્દ્રનો શુભારંભ કર્યો છે. ગાંધીનગર જિલ્લામાં કલોલ, માણસામાં, જામનગરમાં જામજોધપુરમાં અને મોરબીમાં વાંકાનેરમાં ડાયાલિસિસ કેન્દ્ર શરુ કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર આરઓ પ્લાન્ટ સુવિધા સાથે 21 અત્યાધુનિક મશીનથી સજ્જ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ગુજરાતના ઈએસઆરડી દર્દીઓને નિશુલ્ક ડાયાલિસિસ પ્રદાન કરવામાં આવે છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (જીડીપી) ભારતમાં સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. જેમાં 51 કેન્દ્ર ચાલે છે. જે 500 ડાયાલિસિસ મશીનથી સજ્જ છે. અહીં વર્ષમાં 3 લાખથી વધુ ડાયાલિસિસ કરે છે. access_time 9:33 am IST