Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

કોરોનાકાળમાં નવી આફત

ચાર મહિનાના ૧૮ દિવસ મુંબઇગરાઓ માટે ભારે !

બુધવારથી શરૂ થયેલ વરસાદે માંડ માંડ કોરોનાની થપાટથી ઉભા થયેલા મુંબઇના જનજીવનને પાછું અસ્તવ્યસ્ત કર્યુ

મુંબઈ,તા.૧૧: સામાન્ય રીતે મુંબઈમાં વરસાદનું આગમન ૧૦ જૂનના રોજ થતું હોય છે. આ વખતે ચોમાસાએ એક દિવસ પહેલા જ એન્ટ્રી કરી નાખી. બુધવાર સવારથી શરૂ થયેલા વરસાદે માંડ માંડ કોરોનાની થપાટથી ઊભા થયેલા મુંબઈના જનજીવનને પાછું અસ્તવ્યસ્ત કરી નાખ્યું. વારસાદનો આ સિલસિલો ગુરુવારે મુંબઈની આજુબાજુના કેટલાક વિસ્તારોમાં પણ જોવા મળ્યો.

કેટલીક જગ્યાએ છૂટો છવાયો વરસાદ પણ પડ્યો. હવામાન વિભાગે ચોમાસા દરમિયાન સમુદ્રમાં ઉઠનારી ઊંચી લહેરોથી મુંબઈકરોને અત્યારથી જ ચેતવ્યા છે. લોકડાઉન બાદ ધીરે ધીરે ખુલી રહેલા મુંબઈમાં લોકો વરસાદની મજા માણવા માટે સમુદ્ર કિનારે જવા લાગ્યા છે. આવામાં તેઓ હાઈ ટાઈડની ઝપેટમાં ન આવે, તે માટે હવામાન ખાતાએ અલર્ટ બહાર પાડી છે.  રિપોર્ટ મુજબ મુંબઈગરાઓ માટે ચોમાસાના ૪ મહિનામાં ૧૮ દિવસ જોખમભર્યા રહેશે. જેમાંથી ૬ દિવસ તો ફક્ત જૂન મહિનામાં જ છે.

જ્યારે ૧૨ દિવસમાંથી જુલાઈમાં ૫ દિવસ, ઓગસ્ટમાં ૫ દિવસ અને સપ્ટેમ્બરમાં ૨ દિવસ છે. હાઈ ટાઈડ દરમિયાન બીએમસી પમ્પિંગ સ્ટેશનોના ફ્લડ ગેટ બંધ કરી દે છે. આ દરમિયાન જો ભારે વરસાદ પડે તો મુંબઈના રસ્તાઓ પર જમા થયેલા પાણીના નિકાલ માટે પણ વ્યવસ્થા નથી જેનાથી મુંબઈમાં પૂરની સ્થિતિ પેદા થઈ જાય છે.  ૨૫ અને ૨૬ જૂનના રોજ હાઈ ટાઈડના સમયે સમુદ્રમાં લહેરોની ઊંચાઈ ૪.૮૫ મીટર રહેશે. જ્યારે અન્ય ૧૬ દિવસોમાં સમુદ્રમાં લહેરોની ઊંચાઈ ૪.૫૫ મીટરથી ૪.૭૭ મીટર રહેશે. આ વર્ષે સમય પહેલા ચોમાસુ બેસી જતા જૂન મહિનામાં રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે. ત્રણ દાયકામાં બુધવાર અને ગુરુવાર વચ્ચે જૂન મહિનામાં ૨૪ કલાક વરસાદ વરસ્યો જે બીજીવાર સૌથી વધુ વરસાદ નોંધાયો. આ દરમિયાન હવામાન ખાતાએ અહીં ૨૩૧ મિમી વરસાદ નોંધ્યો. આ અગાઉ ૧૯૯૧માં ૧૦ જૂનના રોજ મુંબઈમાં ૩૯૯ મિમી વરસાદ વરસ્યો હતો.

મુંબઈ અને તેની આજુબાજુના વિસ્તારોમાં આગામી ૫ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.  આઈએમડીના જણાવ્યાં મુજબ આગામી ૫ દિવસ સુધી મુંબઈમાં ભારે વરસાદની સંભાવના છે. મુંબઈ ઉપરાંત થાણે, પાલઘર, રાયગઢ અને કોંકણમાં પણ આગામી દિવસોમાં વરસાદની સંભાવના જોતા ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. પ્રાદેશિક હવામાન વિભાગના અધિકારી જયંત સરકારે જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ સમગ્ર મહારાષ્ટ્રમાં દસ્તક આપી દીધી છે.

(4:06 pm IST)
  • મહારાષ્ટ્ર ના રાજકારણમાં ગરમાવો : ગઈકાલે CM ઠાકરેની PM મોદી સાથેની મુલાકાત બાદ શિવસેના ના સંજય રાઉતે PM મોદી ના ખૂબ વખાણ કર્યા બાદ આજે NCP સુપ્રીમો શરદ પવારે, રાજકારણના વીખ્યાત સ્ટ્રેટેજિસ્ટ પ્રશાંત કિશોરને પોતાના ઘરે લંચ માટે આમંત્રણ આપતા અનેક તર્ક - વિતર્ક પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 9:55 am IST

  • સીનીયર ક્લાર્ક માટેની પરીક્ષા ૩૧ જુલાઈએ લેવાશે : ગૌણ સેવા પસંદગી મંડળે સીનીયર ક્લાર્કની પરીક્ષા માટેની તારીખ જાહેર કરી દીધી. હવે ૩૧ જુલાઈએ લેવાશે સીનીયર ક્લાર્ક માટેની પરીક્ષાઓ લેવાશે. અગાઉ ૨૪ જુલાઈનુ આયોજન હતુ પરંતુ હવે તે તારીખ થોડી પાછી લઈ જાય અને ૩૧ જુલાઈ કરવામાં આવી છે. access_time 9:53 pm IST

  • સુપ્રીમ કોર્ટે AIIMS દ્વારા લેવાતી INI CET પરીક્ષા 2021 ને, કોરોના પરિસ્થિતિના કારણે, એક મહિના માટે મુલતવી રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, આ પરીક્ષા, જે 16 જૂને યોજાવાની હતી, હવે એક મહિનાની સમાપ્તિ પછી કોઈપણ સમયે યોજી શકશે. access_time 1:32 pm IST