Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

લિવ ઇનમાં રહેતા યુવકે જ યુવતીને જીવતી સળગાવી

કોલ્લમમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી :યુવતીએ મૃત્યુ પહેલા જણાવ્યું હતું કે, તેની સાથે લિવ ઇનમાં રહેતા શનવાસે તેના ઉપર કેરોસીન નાંખી સળગાવી હતી

કોલ્લમ,તા.૧૧: કોલ્લમમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. અહીં એક ૨૮ વર્ષીય મહિલાને લિવ ઇનમાં રહેતા યુવકે જીવતી સળગાવી દીધી હતી. જેના કારણે યુવતીનું મોત નીપજ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે, સોશિયલ મીડિયા ઉપર વીડિયો રેકોર્ડિંગને લઈને બંને વચ્ચે વિવાદ થયો હતો. મરતા પહેલા અથિરાએ ડોક્ટરો અને સંબંધીઓને જણાવ્યું હતું કે, તેની સાથે રહેતા શનવાસે તેના ઉપર કેરોસીન નાંખીને સળગાવી હતી. પોલીસને મૃતકાના અંતિમ નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથધરી હતી. મળતી માહિતી પ્રમાણે છેલ્લા બે વર્ષથી સાથે રહેનતા યુગલને એક મહિનાનું બાળક પણ છે.

અથિરા પહેલાથી પરિણીત છે અને બે બાળકોની માતા છે. જ્યારે પહેલા લગ્નથી શનવાસને બે બાળકો પણ છે. જોકે પહેલી પત્ની સાથે છૂટાછેડા લીધા બાદ અથિરા અને શનવાસ એક સાથે રહેતા હતા. પરિવારજનોએ સ્પષ્ટ કર્યું હતું કે તેમણે કાયદેસર લગ્ન ન્હોતા કર્યા. આંચલ સીઆઈ સૈજૂ નાથના નેતૃત્વમાં પોલીસ તપાસ કરી રહી છે. અથિરા પહેલા ટીકટોકમાં એક્ટીવ હતી. સોશિયલ મીડિયા ઉપર પણ વીડિયો બનાવતી હતી.

સ્થાનિક લોકોનું કહેવું છે કે શનવાસ છાસવારે અથિરાને અન્ય પુરુષો સાથે સંબંધ હોવાની શંકા વ્યક્ત કરીને મારતો હતો. જોકે બીજા દિવસે અથિરાની ચીખો સાંભળીને સ્થાનિક લોકો એકઠાં થતાં અને જોયું તો અથિરા આખી આગમાં લપેટાયેલી હતી. ત્યારબાદ સ્થાનિક લોકોએ અંચલ પોલીસને જાણ કરી હતી. અને અથિરાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ હતી. હોસ્પિટલના બીછાને પડેલી અથિરાએ અંતિમ શ્વાસ લીધા તે પહેલા ડોક્ટોર અને પોતાના સંબંધીઓને તેના બળવા પાછળનું કારણ જણાવ્યું હતું. અને તેની સાથે રહેતા સેનવાશે તેના ઉપર કેરોસીન છાંટીને આગ લગાડી હોવાની વાત જણાવતા તમામ લોકો ચોંકી ગયા હતા. જોકે, અંચલ પોલીસે મૃતક મહિલાના અંતિમ નિવેદનના આધારે સેનવાશ સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

(4:06 pm IST)
  • રાજસ્થાનના કલાકારો માટે ગેહલોત સરકારનો મોટો નિર્ણય : આર્થિક રીતે નબળા કલાકારોની મદદ મળશે : 5 હજાર રૂપિયાની વન-ટાઇમ સહાય આપવામાં આવશે : કલાકાર કલ્યાણ ભંડોળ તરફથી સહાય આપવામાં આવશે : 2 હજાર જરૂરિયાતમંદ કલાકારોને સહાય મળશે access_time 9:44 pm IST

  • મહારાષ્ટ્ર ના રાજકારણમાં ગરમાવો : ગઈકાલે CM ઠાકરેની PM મોદી સાથેની મુલાકાત બાદ શિવસેના ના સંજય રાઉતે PM મોદી ના ખૂબ વખાણ કર્યા બાદ આજે NCP સુપ્રીમો શરદ પવારે, રાજકારણના વીખ્યાત સ્ટ્રેટેજિસ્ટ પ્રશાંત કિશોરને પોતાના ઘરે લંચ માટે આમંત્રણ આપતા અનેક તર્ક - વિતર્ક પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 9:55 am IST

  • ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર, (IKDRC)અમદાવાદએ નવા ચાર ડાયાલિસિસ કેન્દ્રનો શુભારંભ કર્યો છે. ગાંધીનગર જિલ્લામાં કલોલ, માણસામાં, જામનગરમાં જામજોધપુરમાં અને મોરબીમાં વાંકાનેરમાં ડાયાલિસિસ કેન્દ્ર શરુ કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર આરઓ પ્લાન્ટ સુવિધા સાથે 21 અત્યાધુનિક મશીનથી સજ્જ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ગુજરાતના ઈએસઆરડી દર્દીઓને નિશુલ્ક ડાયાલિસિસ પ્રદાન કરવામાં આવે છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (જીડીપી) ભારતમાં સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. જેમાં 51 કેન્દ્ર ચાલે છે. જે 500 ડાયાલિસિસ મશીનથી સજ્જ છે. અહીં વર્ષમાં 3 લાખથી વધુ ડાયાલિસિસ કરે છે. access_time 9:33 am IST