Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

દવા બાદ દર્દીનું મોત થયું

ડોકટરે ભૂલથી કેન્સર દર્દીને દારૂ છોડાવવાની દવા આપી

આટલી મોટી બેદરકારી દાખવનાર ડોકટરની ઓળખ ન થઇ શકતાં હોસ્પિટલ મેનેજમેન્ટ પર સવાલો ઉઠી રહ્યા છે

ડબ્લિન,તા.૧૧:આયર્લેન્ડમાં ડોક્ટરની બેદરકારીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક મહિલા દર્દી જે લિવર કેન્સરથી પીડિત હતી, તેને ડોક્ટરે દારૂ છોડવાની દવા આપી દીધી. ત્યારબાદ મહિલાનું મોત થઈ ગયું છે. આ ઘટના બાદ ડોક્ટરોની બેદરકારી પર નવો વિવાદ શરૂ થઈ ગયો છે. આ મહિલાનું નામ નોરાહ હોવાનું સામે આવ્યું છે. મેડિકલ હિસ્ટ્રી પ્રમાણે મહિલાએ છેલ્લા ૧૦ વર્ષથી દારૂને હાથ લગાવ્યો નથી. પરંતુ ડબ્લિનના મેટર હોસ્પિટલોના ડોક્ટરોની બેદરકારીથી તેનો જીવ ગયો.

હોસ્પિટલ મેનેજમેન્ટે આ મામલામાં પોતાની ભૂલ સ્વીકારી છે.  આટલી મોટી બેદરકારી દાખવનાર ડોક્ટરની ઓળખ ન થઈ શકવી હોસ્પિટલ મેનેજમેન્ટ પર સવાલો ઉઠી રહ્યાં છે. હોસ્પિટલના મેનેજમેન્ટે કહ્યું કે તે પોતાના સ્ટાફ માટે તાલીમ કાર્યક્રમ ચલાવશે, જેથી ફરી આવી ભૂલ ન થાય. ધ ઇન્ડિપેન્ડેટની ખબર પ્રમાણે નોરાહએ અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે તેને લિવર કેન્સર છે. પરંતુ ડોક્ટરોએ દારૂ છોડાવવાની દારૂ આપી દીધી. મહિલાને જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવી તો તે ભયંકર દુખાવા અને જોન્ડિસની સમસ્યાનો સામનો કરી રહી હતી. 

મહિલાના પરિવારજનોએ તેની અશક્તિને લઈને નર્સરીને સવાલ પૂછ્યો હતો. પરંતુ તેને કોઈ જવાબ મળ્યો નથી. પરંતુ ઘટનાનો ખ્યાલ આવતા બીજા ડોક્ટરે સારવાર રોકી દીધી હતી, પરંતુ બાદમાં મહિલાનું મોત થયું હતું. હાલ આ ઘટનાની તપાસ ચાલી રહી છે. હોસ્પિટલ તંત્રએ લેખિતમાં મહિલાના પરિવારજનોની માફી માંગી છે.

(4:04 pm IST)