Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

ચીન સીમા સુધી આખુ વર્ષ પહોંચવા માટે મહત્વની જોજીલા ટનલ ર૦ર૬ સુધીમાં થશે તૈયાર

ર૦ર૩માં જોજીલા ટનલ સુધી પહોંચવા માટેની જેડ મોડ ટનલ પણ થશે તૈયારઃ ૧૧,પ૭૮ ફુટ ઉપર બની રહેલી ૧૪.૭પ કિલોમીટર લાંબી ટનલ શ્રીનગર, કારગીલ અને લેહનું અંતર ૩ કલાકમાંથી ઘટાડી ૧પ મીનીટ કરી દેશે.

જમ્મુ, તા., ૧૧: ચીન સીમા સુધી સંપુર્ણ વર્ષ સુધી પહોંચવામાં મહત્વની જોજીલા ટનલ હવે ર૦ર૬ સુધીમાં પુરી થઇ જશે. જો કે જોજીલા ટનલથી લગભગ રર કિ.મી. પહેલા જેડ મોડમાં પણ એક ટનલનું કામ ચાલુ છે. જે વર્ષ ર૦ર૩ સુધીમાં પુરૂ થવાની  આશા છે. આ ટનલ વગર જોજીલા ટન સુધી પહોંચવાનું અસંભવ છે. ૬.૩ કીલોમીટર લાંબી આ જેડ મોડ ટનલ હશે જયારે જોજીલા ટનલ સવા ચૌદ કિલોમીટર લાંબી હશે.

આ ટનલને બનાવવા માટે કેન્દ્ર સરકાર ૬.૮૦૯ કરોડનો ખર્ચ કરી રહી છે. ગયા વર્ષે ઓકટોબર મહિનામાં કારગીલ જીલ્લાના દ્રાસ અને સોનમર્ગ વચ્ચે જોજીલા ટનલના નિર્માણ માટે બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. લગભગ ૧૧,પ૭૮ ફુટની ઉંચાઇ પર બનવાવાળી આ ટન બેહુદ આધુનીક હશે. આ ટનલની લંબાઇ ૧૪.૧પ કિલોમીટર હશે. કારગીલમાં બનવાવાળી આ જોજીલા ટનલ દરેક રીતે દુનિયાની સૌથી આધુનીક સુરંગોમાંથી એક હશે. અટલ ટનલની જેમ જ જોજીલા ટનલ બનાવવાનું સપનું પુર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેઇએ જોયું હતું જે હવે મોદી સરકારના સમયમાં પુરૂ થશે.

મીનામર્ગ વિસ્તારમાં એક છેડાથી લઇ બાલતાલની તરફ દુસરા છેડા ઉપર કામ ચાલુ છે. જો કે બર્ર્ફીલા વરસાદો અને તોફાનોને કારણે થોડા મહિના આ કામ રોકી દેવામાં આવ્યું હતું. આ બંને સુરંગો બનાવવા માટે વર્ષમાંથી ૬ થી ૮ મહિના સમય ઉપયોગમાં લઇ શકાયો હતો. કારગીલમાં જોજીલા 'પાસ'ને  દુનિયાના ખતરનાક 'પાસ'માંનો એક માનવામાં આવે છે. ટનલના બનવાથી તેને પાર કરવાનું જોખમ ઘટી જશે અને બીજી બાજુ આ દુરી પાસ કરવામાં લગભગ ૩ કલાક થતા હતા તે હવે માત્ર ૧પ મીનીટમાં પુરી થઇ જશે. જોજીલા સુરંગ શ્રીનગર કારગીલ અને લેહેને આપસમાં જોડવામાં મદદરૂપ બને છે. સુરંગ બનવાથી ભારતીય સેનાને માત્ર ચીન સરહદ જ નહિ પાકિસ્તાની સીમા ઉપર જવાનોની તૈનાતીમાં પણ મદદ મળશે.

જોજીલા ટનલ માટે નિર્માણ સેના અને સિવિલ એન્જીનીયરોની એક ટીમે પહાડને કાપીને સુરંગ બનાવવાનું કામ કર્યુ છે. હવામાન અને સ્થાનીક પરિસ્થિતિઓને કારણે જેડ મોડ ટનલ વર્ષ-ર૦ર૩ તથા જોજીલા ટનલ-ર૦ર૬ સુધીમાં પુરી થઇ જવાની આશા છે. આ સુરંગો બનવાના કારણે શ્રીનગર અને લેહ વચ્ચે સંપુર્ણ વર્ષ સંપર્ક બનાવી રખાશે. સુરંગનું નિર્માણ એન્જીનીયર વિદ્યાનું એક ઉત્તમ નજરાણું હશે.

(4:07 pm IST)