Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

૧૦ વર્ષની બાળકી પર ૭ છોકરાઓએ કર્યો ગેંગરેપ : ૧ વયસ્ક તો ૬ આરોપી ૧૦-૧૨ વર્ષનાઃ ૩ પીડિતાના સંબંધી

રમતા રમતા બાળકો સ્કૂલની બિલ્ડિંગમાં જતા રહ્યા ત્યાં ૭ છોકરાઓએ ૧૦ વર્ષની બાળકીની સાથે ગેંગરેપ કર્યો : ૭ છોકરાઓએ ૧૦ વર્ષની બાળકીની સાથે ગેંગરેપ કર્યો : ૯ જૂને પોલીસમાં એફઆઈઆર નોંધાઈ : રેપનો વીડિયો પીડિત બાળકીના પડોશીએ સોશિયલ મીડિયા પર જોતા ઘટના બહાર આવી : ૭ છોકરાઓએ ૧૦ વર્ષની બાળકીની સાથે ગેંગરેપ કર્યો

રેવાડી, તા.૧૧: હરિયાણાનાં રેવાડીમાં ૨૪ મેએ કેટલાક બાળકો મેદાનમાં રમતા રમતા બાજુમાં રહેલી સ્કૂલની બિલ્ડિંગમાં જતા રહ્યા ત્યાં ૭ છોકરાઓએ ૧૦ વર્ષની બાળકીની સાથે ગેંગરેપ કર્યો.   જોકે આ દ્યટના એક અઠવાડિયા બાદ ત્યારે બહાર આવી જયારે વીડિયો પીડિત બાળકીના પડોશીએ સોશિયલ મીડિયા પર જોયો. તેણે બાળકીના પરિવારને આની જાણકારી આપી. ત્યારે આ વાત પોલીસ સુધી પહોંચી હતી.

બાળકીના પરિવારે ૯ જૂને પોલીસમાં એફઆઈઆર નોંધાવી. રેવાડીના ડીએસપી (હેડકવાર્ટર) હંસરાજે જણાવ્યું કે કેસ મહિલા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ૩૭૬ ડી, ૩૫૪સી, ૫૦૬, પોકસો, આઈટી એકટ અને એસસી- એસટી એકટ હેઠળ નોંધવામાં આવ્યા છે.

આ ૭ માંથી આરોપીઓમાંથી એક ૧૮ વર્ષનો છે. બાકીના ૧૦ થી ૧૨ વર્ષની વચ્ચે છે. છોકરીના પડોશીએ આ આરોપીઓની વીડિયોના આધારે ઓળખ કરી છે.  હંસરાજે જણાવ્યુ કે જેવો મામલો અમારી સામે આવ્યો અમે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપી અને પીડિતા પડોશી હતા.

પોલીસનું કહેવું છે કે છોકરીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. જેમાં છોકરીની સાથે થયેલા ગેંગરેપની પુષ્ટિ થઈ છે. ચોંકાવનારી વાત એ છે કે ૭ આરોપીઓમાંથી ૩ સગીર બાળકીના સંબંધી છે.

આરોપીઓમાંથી ૬ સગીરોને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડની  સામે રજૂ કર્યા બાદ સુધારગૃહમાં મોકલી દેવામાં આવ્યા છે. જયારે ૧૮ વર્ષના આરોપીને કોર્ટની સામે રજૂ કર્યા બાદ જિલ્લા જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. પોલીસ વીડિયોમાં જોવા મળતા બીજા સગીરને શોધી રહી છે. સાથે જ વીડિયો શેર કરનારાઓની ડિટેલ મેળવવામાં લાગી છે. ડીએસપીએ જણાવ્યું કે વીડિયો શેર કરનારાની શોધ ચાલી રહી છે કેમ કે એવું કરવુ ગુનો છે.  પીડિત બાળકી અને આરોપી છોકરાના પરિવાર જનો એક બીજાને ઓળખે છે અને એક સાથે રેવાડીના એક ગામમાં  રહે છે. જયાં બાળકો રમી રહ્યા હતા. ત્યા બાજુમાં સ્કુલનું બિલ્ડીંગ છે. કોરોના મહામારીના કારણે ત્યાં કલાસ ચાલુ નહોંતા જેથી તે ખાલી હતી.

પોલીસે જણાવ્યુ કે કોઈ પણ બાળકે આ ગુના અંગે કોઈ ચર્ચા નહોંતી કરી. તેમજ પીડિતાએ પણ કોઈને આ અંગે નહોંતુ જણાવ્યુ. આરોપીઓ સામાન્ય દિવસોની જેમ કામ કરવા લાગ્યા તેમની હિંમત એટલી વધી ગઈ તે તેમણે આ વીડિયો શેર કરી દીધો. ૮ જૂને પીડિતાના પડોશીએ આ વીડિયો જોઈને પરિવારને સૂચના આપી.

(3:57 pm IST)