Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

ઉદેપુરમાં નીકળશે પણ ભગવાન જગન્નાથની રથયાત્રા : 85 કિલો ચાંદીમાંથી ખાસ વિશાળ તૈયાર કરાયો રથ

ભગવાન જગન્નાથને આ નવા રજત રથમાં બિરાજશે: રથની લંબાઈ 16 ફૂટ, પહોળાઈ 8 ફૂટ અને ઉંચાઈ 21 ફૂટ હશે

અષાઢી બીજના દિવસે જગન્નાથ (કૃષ્ણ), સુભદ્રા અને બલરામની શોભાયાત્રા નીકળે છે. ભગવાન જગન્નાથનું મુળ મંદિર ઓરિસ્સાનાં જગન્નાથ પુરી શહેરમાં આવેલું છે. જગન્નાથ પુરીની જેમ ભગવાન જગન્નાથની વિશાળ રથયાત્રા પણ ઉદેપુરમાં નીકળશે. રાજસ્થાનની આ સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે એક વિશાળ રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

આ રથ બનાવવા માટે છેલ્લા 2 વર્ષથી મહેનત કરવામાં આવી રહી છે. આ રથ બનાવવાની તૈયારી અંતિમ ચરણમાં છે. આ રજત રથ 28 ખંડને જોડીને બનાવવામાં આવી રહ્યો છે. આ ચાંદીના રથમાં લગભગ 85 કિલો ચાંદીનો ઢોળ ચડાવવામાં આવ્યો છે.

કોરોના કાળમાં જગન્નાથ યાત્રા વિષે ભલે હજુ અસમંજસ હોય પરંતુ ભક્તો તૈયારીમાં તેની તૈયારીઓમાં કોઈ કમી નથી રાખવા માંગતા. ગત વર્ષે કોરોના મહામારીને કારણે જગન્નાથ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી હતી. આ વર્ષે હજુ સુધી રથયાત્રાને લઈને સ્પષ્ટ નથી. આમ છતાં ભગવાન જગન્નાથ માટે ભક્તો તરફથી રજત રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ રથ યાત્રાની પરંપરા 368 વર્ષ જૂની છે.

પહેલાં ભગવાન મંદિરના પરિસરમાં પરિક્રમા કરતા હતા પરંતુ હવે ભગવાન જગન્નાથ ખુદ ભક્તોને દર્શન આપવા નગર ભ્રમણ પર જાય છે. ભગવાન જગન્નાથના નગર ભ્રમણ માટે તૈયાર કરવામાં આવતા ચાંદીના નવા રથ પર ચાંદીનો ઢોળ ચડાવવાનું કામ 6 કારીગર દ્વારા કરવામાં આવી રહ્યું છે.

(1:48 pm IST)
  • ઉત્તર પ્રદેશમાં ઝડપભેર નવા બનાવો આકાર લઇ રહ્યા છે: આનંદીબેનને મળતા આદિત્યનાથ :અત્યારે રાત્રે મળતા અહેવાલો પ્રમાણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલને મળવા ગયા છે. ઉત્તર પ્રદેશના પ્રધાનમંડળમાં ઝડપભેર મહત્વના ફેરફારો આવી રહ્યાના સ્પષ્ટ નિર્દેશો મળે છે access_time 9:12 pm IST

  • અહો આશ્ચર્યમ !! ઇઝરાઇલના યેવ્નીમાં ખોદકામ દરમિયાન 1000 વર્ષ જૂનું મરઘીનું અખંડ ઇંડું મળી આવ્યું છે. એક પુરાતત્ત્વવિદે જણાવ્યું હતું કે, "આ ઇંડાની અનન્ય જાળવણી દેખીતી રીતે નરમ માનવ મળ ધરાવતા સેસપિટમાં, તે સદીઓથી મૂકેલી સારી પરિસ્થિતિઓને કારણે હતી અને આ ઈંડાને આટલા વર્ષો જાળવી રાખવામાં મદદરૂપ બની હતી." અન્ય એક પુરાતત્ત્વવિદે કહ્યું કે, "ઇંડામાં એક નાની તિરાડ હતી, જેના લીધે મોટાભાગનું પ્રવાહી તેમાંથી બહાર નીકળી ગયું હતું." access_time 5:50 pm IST

  • ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પુરી થવાના આરે - આજે ઘણા મહિને રાજ્યમાં 500ની અંદર નવા કોરોના કેસ નોંધાયા : રાજ્યમાં નવા કોરોના કેસ ઘટીને આજે ફક્ત 481 નોંધાયા અને સામે 1526 દર્દીઓ સાજા થયા : આ સાથે આજે રાજકોટ શહેર - જિલ્લામાં પણ કોરોના થાક્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 24 અને ગ્રામ્યના 10 કેસ સાથે કુલ ફક્ત 34 નવા કોરોના ના કેસ નોંધાયા : અને સાથે રાજકોટ શહેર - જિલ્લામાં આજે કુલ 41 દર્દીઓ સાજા થયા access_time 7:46 pm IST