Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

વર્ષારાણીએ ગતિ પકડી : મધ્યપ્રદેશમાં ૮ દિવસ પહેલા જ એન્ટ્રી : કાલથી ઉત્તરી રાજ્યોમાં હવામાન પલટાશે

મુંબઇમાં રેડ એલર્ટ વચ્ચે જોરદાર વરસાદ : એન્ડીઆરએફની ૧૫ ટીમો તૈનાત : દિલ્હીમાં વાદળછાયુ વાતાવરણ : રવિવાર સુધીમાં ઝારખંડ, બિહાર, બંગાળ, ઓડીશા અને પૂર્વી યુપી પહોંચવાનું અનુમાન

નવી દિલ્હી,તા. ૧૧ : દેશમાં દક્ષિણ -પશ્ચિમ ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યુ છે. જે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ પ્રવેશ કરી લીધો. બન્ને રાજ્યોમાં મોનસુન સમયથી પહેલા આવ્યું છે. રવિવાર સુધીમાં ઝારખંડ, બિહાર, બંગાળ, ઓડીશા અને પૂર્વી યુપી પહોંચવાનું અનુમાન છે.

બંગાળની ખાડીમાં ઓછા દબાણનું ક્ષેત્ર તૈયાર થઇ રહ્યુ છે. જેથી આ રાજ્યોમાં ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે. મોનસુને વિદર્ભ સહિત મહારાષ્ટ્રને ધમરોળી નાખ્યુ છે. મુંબઇ સહિત ઘણા વિસ્તારોમાં ભારે વરસાદનો દૌર ચાલુ છે. જેના કારણે મુંબઇમાં રેડ એલર્ટ જાહેર કરાયુ છે. ઉપરાંત સમુદ્રમાં હાઇ ટાઇડની ચેતવણી પણ અપાય છે. રાહત-બચાવ માટે એન્ડી આરએફની ૧૫ ટીમો તૈનાત કરાઇ છે.

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મોનસુને ટકોરા માર્યા છે. મધ્યપ્રદેશમાં તે નિર્ધારીત તારીખથી ૮ દિવસ પહેલા આવ્યુ છે. બૈ તુલના રસ્તે પ્રવેશ કર્યો છે. છત્તીસગઢના ઉતર -પશ્ચિમ અને દક્ષિણ -પશ્ચિમ જીલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો. રાજધાની રાયપુરમાં પણ જોરદાર વરસાદ પડેલ. હવામાનમાં આવેલ બદલાવથી લોકોને દીવસની ગરમીથી થોડી રાહત મળેલ.

ઉત્તરાખંડ અને હિમાચલમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. દહેરાદુનમાં ભારે વરસાદ પડેલ. પંજાબમાં ચોમાસાની એન્ટ્રી આજે થઇ શકે છે. હવામાન ખાતા મુજબ ગઇ કાલે દક્ષિણિ હરિયાણા અને ઉત્તરી રાજસ્થાનમાં ગરમીથી રાહત ન મળેલ. દિલ્હીમાં આંશીક વાદળો છવાયેલ હોવાથી લોકોને ગરમીમાં રાહત મળેલ. કાલે શનિવારથી દિલ્હી -એનસીઆર સહિત ઘણા ઉતરી રાજ્યોમાં હવામાન બદલી શકે છે.

(1:01 pm IST)
  • ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર, (IKDRC)અમદાવાદએ નવા ચાર ડાયાલિસિસ કેન્દ્રનો શુભારંભ કર્યો છે. ગાંધીનગર જિલ્લામાં કલોલ, માણસામાં, જામનગરમાં જામજોધપુરમાં અને મોરબીમાં વાંકાનેરમાં ડાયાલિસિસ કેન્દ્ર શરુ કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર આરઓ પ્લાન્ટ સુવિધા સાથે 21 અત્યાધુનિક મશીનથી સજ્જ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ગુજરાતના ઈએસઆરડી દર્દીઓને નિશુલ્ક ડાયાલિસિસ પ્રદાન કરવામાં આવે છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (જીડીપી) ભારતમાં સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. જેમાં 51 કેન્દ્ર ચાલે છે. જે 500 ડાયાલિસિસ મશીનથી સજ્જ છે. અહીં વર્ષમાં 3 લાખથી વધુ ડાયાલિસિસ કરે છે. access_time 9:33 am IST

  • ' જય જગન્નાથ ' : 285 વર્ષમાં પહેલીવાર જગન્નાથજી યાત્રા ભક્તો વિના નીકળશે : રસીકરણ કરાવેલ વોલન્ટિયર્સ જ રથ ખેંચી શકશે : વર્તમાન કોવિદ -19 સંજોગોને ધ્યાને લઇ લેવાયેલો નિર્ણય access_time 11:29 am IST

  • પૂર્વ પોલીસ કમિશ્નર પરમ બીરસિંહને સુપ્રીમ કોર્ટની પડી ફિટકાર : કોર્ટે કહ્યું કે "તમે 30 વર્ષ સુધી મહારાષ્ટ્ર કેડરની સેવા કરી અને હવે કહો કે તમને રાજ્ય પોલીસમાં વિશ્વાસ નથી - આ ખૂબ આઘાતજનક બાબત કહેવાય". સુપ્રિમ કોર્ટે શુક્રવારે મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીરસિંહે તેમની સામે મહારાષ્ટ્રમાં નોંધાયેલા તમામ ગુનાહિત કેસોને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અથવા અન્ય કોઈ સ્વતંત્ર એજન્સીમાં સ્થાનાંતરિત કરવાની અરજીની સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટ સાફ ઇનકાર કર્યો access_time 12:49 pm IST