Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

મધ્યપ્રદેશમાં જ્ઞાતિ આધારીત પોલીસ કંપનીની ગઠનની તૈયારી

મહિલાઓ, એસસી-એસટીની અલગ ટુકડી બનાવવા વિગતો મંગાવાઇ

ભોપાલઃ મધ્યપ્રદેશમાં હવે પોલીસ કંપનીઓનું ગઠન જ્ઞાતિના આધાર ઉપર કરવાની તૈયારી છે. પોલીસ મુખ્યાલયે એવો આદેશ જાહેર કર્યો છે. જેના માટે મુખ્યાલયે મંડલા અને બાલાઘાટ જીલ્લાઓના અધિકારીઓને એસટી-એસસી અને મહિલાઓ અંગે માહિતી માંગી છે.

પત્રમાં જણાવ્યા મુજબ આ ત્રણેયની અલગ કંપનીનું ગઠન કરાય. જો કે પોલીસની યોજના શાખા આઇજી મનોજ કુમાર સિંહ મુજબ હાલ યોજના ઉપર વિચાર ચાલી રહયો છે. અંતિમ નિર્ણય લેવાયો નથી. બાલાઘાટ અને મંડલા એસપીને મોકલેલ પત્રમાં અલગ કંપનીઓના ગઠન ઉપર વિચાર કરાઇ રહયો છે. જેના માટે કુલ જનસંખ્યા એસટી-એસસી વર્ગની સંખ્યાની ટકાવારી  વગેરે જાણકારી મંગાઇ છે. ઉપરાંત હાલના બંનેના ઉપલબ્ધ બળ અંગે પણ વિગતો માંગી છે.

(12:58 pm IST)