Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

દિલીપ કુમારની તબિયત હવે સારી છે, આજે હિન્દુજા હોસ્પિટલમાંથી રજા...

મુંબઈ : બોલીવુડના ૯૯ વર્ષના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારને ૧૦ જૂને મુંબઇની  હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ, તેમને આજે રજા આપવામાં આવે તેવી સંભાવના છે. બુધવારે દિલીપકુમારના પ્રવકતાએ દિલીપકુમારના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ કરતા કહ્યું હતું કે સફળ પ્લુરલ એસપીરેશન પ્રક્રિયા કરવામાં આવી હતી. તેઓને શ્વાસ લેવામાં તકલીફ હતી તે દૂર થઈ છે. દિલીપ કુમારને સારવાર આપી રહેલા ડો. નિખિલ પારકર અને ડો. નીતિન ગોખલે કહ્યું છે કે મોટા ભાગે આજે રજા આપી દેવામાં આવશે.

(11:44 am IST)