Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

દેશ અને બિહારના રાજકારણમાં દાયકાઓ સુધી મહત્વનો ભાગ ભજવનાર લાલુપ્રસાદ ૭૨ વર્ષના થયા

નવીદિલ્હી : બિહારના રાજકારણમાં એકચક્રી શાસન ચલાવનાર લાલુ પ્રસાદ યાદવ આજે ૭૨ વર્ષના થયા છે. ચાર કાંડમાં સજા ભોગવી રહયા છે પણ નાદુરસ્ત તબિયતના લીધે જેલમાંથી છૂટયા પછી દિલ્હીમાં પરિવાર સાથે તેમણે આજે જન્મદિવસની સાદાઈથી ઉજવણી કરી હતી. લાલુજીની  તબિયત સતત નાજુક રહે છે. લાલુ પ્રસાદ યાદવનો જન્મ બિહારના ફુલવારીયામાં થયો હતો અને તેઓ ૨૯ વર્ષની ઉંમરે સંસદના સભ્ય બની ગયા હતા, વિદ્યાર્થી અને પાકા રાજકારણી હોવાના કારણે મુખ્યમંત્રી પણ બન્યા. આરજેડી સુપ્રીમોએ તેમની કારકીર્દિમાં ઘણી સિધ્ધિઓ હાંસલ કરી છે. ૧૧ જૂન, ૧૯૪૮ ના રોજ જન્મેલા લાલુ પ્રસાદ યાદવ રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ કેન્દ્રીય રેલવે પ્રધાન છે.   લાલુ પ્રસાદ યાદવે ૧૯૭૦માં પટના યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનના જનરલ સેક્રેટરી બનીને નાની ઉંમરે રાજકારણનો સ્વાદ ચાખ્યો હતો. નીતીશકુમાર અંગે ભાજપે તેમને પરાજયનો સ્વાદ ચખાડયો અને ચાર સાંજે તેમને જેલ બતાવી હતી...

(11:42 am IST)