Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

છત્તીસગઢ અને કેરળમાંમહિલાઓઆગળ

કોરોના વેકસીન લગાવામાં મહિલાઓ પાછળ : ૧૦૦૦ પુરૂષોમાં ૮૫૪ મહિલાઓએ રસી મુકાવી

નવી દિલ્હી તા. ૧૧ : કોરોનાની બીજી લહેર ભલે નબળી પડતી જોવા મળી છે. પરંતુ ત્રીજી લહેરની આહટ વચ્ચે દરેક ચિંતામાં વધારો થયો છે. કોરોના મહામારીના આ દોરમાં વેકસીન જ સૌથી મોટા શસ્ત્રના રૂપે જોવાય છે. એ જ કારણ એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ અનેક વાર લોકોને વધુ વધુ સંખ્યામાં વેકસીન લગાવાની અપીલ કરી ચુકયા છે.જોકે સરકારે આ પ્રયત્નો વચ્ચે કોરોના વેકસીન લગાવામાંમહિલાઓ ખુબજપાછળ છે. ભારતમાં અત્યાર સુધીમાં જેને વેકસીન મુકાવી છે તેમાં ૧૦૦૦ પુરૂષમાંથી ૮૫૪ મહિલાઓ સામેલ છે. આ ઘટાડાનુંકારણ જાતિનું પ્રમાણ પણ જવાબદાર છે.

કોરોના રસીકરણ અભિયાનમાં વધુ પડતા રાજયોમાં પુરુષોની સરખામણીએ મહિલાઓકોરોનાની રસી ઓછી મુકાવી રહ્યા છે. કેરળ અને છતીસગઢ જ એવા રાજયો છે જયાં પુરુષોથી વધુ મહિલાઓએરસી લગાવી છે. છત્ત્।ીસગઢમાં વયસ્ક વસ્તીનું જાતિનું પ્રમાણ ૧૦૦૦ પુરુષો પર ૧૦૧૩ મહિલાઓનું છે. પરંતુ રસીકરણવાળીવસ્તીમાં મહિલાઓનું પ્રમાણ ૧૦૦૦ પુરુષો પર ૧૦૪૫ મહિલાઓ છે. કેરળમાં પણ આ જ સ્થિતિ જોવા મળી છે. કેરળમાં વયસ્ક વસ્તીમાં જાતિનું પ્રમાણ ૧૦૦૦ પુરુષો પર ૧૧૨૬ મહિલાઓનું છે. જયારેરસી લગાવાની વાત કરવામાં આવે તો ૧૦૦૦ પુરુષોમાં ૧૦૮૭ મહિલાઓએવેકસીન મુકાવી છે.

અન્ય રાજયોમાં મહિલાઓના રસીકરણમાં ઘટાડાનું કારણ તેનું ઘરથી બહાર ન નીકળવા માનવામાં આવી રહ્યું છે. તેની સાથે જ મહિલાઓ ઓનલાઇન તેમાં સ્લોટ બુક કરવામાં અસમર્થ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે જે રાજયોમાં પુરુષ અને મહિલાઓનું જાતિપ્રમાણ ખુબજયોગ્ય છે. ત્યાં રસીકરણ વચ્ચે લિંગ વિષમતા ઘટી છે. હિમાચલ પ્રદેશમાં વેકસીન લગાવામાં૫૦ ટકા મહિલાઓ છે. રાજસ્થાનમાં વસ્તીના ૩૦ ટકા લોકોને કોરોના વેકસીન લગાવામાં આવી રહી છે. ત્યાં ૪૮ ટકા મહિલાઓને રસી લગાવામાં આવી ચુકી છે.

ઓછું રસીકરણ કવરેજનું અર્થ એ છે કે ઉત્તરપ્રદેશ, પંજાબ, બિહાર અને પશ્ચિમ બંગાળ જેવા રાજયોમાં લૈંગિક વિષમતા વધુ છે. યુપીમાં જયાંફકત ૧૨ ટકા વયસ્ક વસ્તીનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. યુપીમાં વયસ્ક જાતિનું પ્રમાણ ૧૦૦૦ પુરુષોમાં ૯૩૬ મહિલાઓનું છે. જયારે ત્યાં ૧૦૦૦ પુરૂષોમાં ફકત ૭૪૬ મહિલાઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

(11:41 am IST)