Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

કોઇપણ ડિસ્ટ્રીબ્યુટર પાસે સિલિન્ડર રીફિલ કરાવી શકાશે

એલપીજી ગ્રાહકોને મોટી રાહત : સરકારે એલપીજી રીફિલની પોર્ટેબિલિટીને મંજૂરી આપી એટલે કે તમે ખુદ તમારા ડિસ્ટ્રીબ્યુટરની પસંદગી કરી શકશો

નવી દિલ્હી : સરકારે LPG રીફિલના પોર્ટેબિલિટીને મંજૂરી આપી છે. એટલે કે હવે તમે તમારૂ LPG સિલિન્ડર કોઈપણ ડિસ્ટ્રીબ્યુટર પાસે ભરાવી શકો છો. એટલે કે તમે તમારી તેલ માર્કેટિંગ કંપનીના હાલના LPG ડિસ્ટ્રીબ્યુટરથી ખુશ નથી તો તમે તેની જગ્યાએ અન્ય ડિસ્ટ્રીબ્યુટરની પસંદગી કરી શકો છો. ઘણા સમયથી મુદ્દે ચર્ચા ચાલી રહી હતી, હવે તેને મંજૂરી આપવામાં આવી છે.

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાયલ તરફથી નિર્ણય પર કહેવામાં આવ્યું છે કે LPG ગ્રાહકોને તે નિર્ણય કરવાની મંજૂરી આપવામાં આવે કે તે ક્યા ડિસ્ટ્રીબ્યુટર પાસે LPG રીફિલ કરાવવા ઈચ્છે છે. ગ્રાહક પોતાની તેલ માર્કેટિંગ કંપની હેઠળ પોતાના એડ્રેસ પર ડિસ્ટ્રીબ્યુટર્સના લિસ્ટમાંથી પોતાના ડિલીવરી ડિસ્ટ્રીબ્યુટરની પસંદગી કરી શકશે. પાયલટ પ્રોજેક્ટ તરીકે તેને ચંદીગઢ, કોયતુંબર, ગુડગાંવ, પુણે અને રાંચીમાં લોન્ચ કરવામાં આવશે.

જ્યારે ગ્રાહક LPG રીફિલ કરાવવા માટે મોબાઇલ એપ-કસ્ટમર પોર્ટલ ખોલશે અને લોગ-ઇન કરશે તો તેને ડિલીવરી ડિસ્ટ્રીબ્યુટરનું લિસ્ટ જોવા મળશે. તેમાં તેનું પરફોર્મંસ અને રેટિંગ પણ હશે. જેથી ગ્રાહકોને સારા ડિસ્ટ્રીબ્યુટર્સની પસંદગી કરવામાં મદદ મળશે. તેમાં ડિસ્ટ્રીબ્યુટર્સ પર પણ પોતાના પ્રદર્શનને સુધારવાનો દબાવ વધશે.

ગ્રાહક લિસ્ટમાંથી ગમે તેની પસંદગી કરી શકે છે, જે તેના વિસ્તારમાં ઉપલબ્ધ હશે અને LPG રીફિલની ડિલિવરી કરશે. તેનાથી માત્ર ગ્રાહકોને સારી સેવા મળશે પરંતુ ડિસ્ટ્રીબ્યુટર્સ વચ્ચે પણ ગ્રાહકોને સારી સુવિધા આપવાની એક સ્વસ્થ પરંપરા પણ શરૂ થશે, જેથી તેના રેટિંગમાં સુધાર થશે. તે વિસ્તારમાં સર્વિસ આપી રહેલા બીજા ડિસ્ટ્રીબ્યુટર્સને એલપીજી કનેક્શનના ઓનલાઇન ટ્રાન્સફરની સુવિધા એલપીજી ગ્રાહકો સંબંધિત તેલ કંપનીઓના વેબ-પોર્ટલની સાથે-સાથે તેના મોબાઇલ એપ દ્વારા આપવામાં આવી છે.

(12:00 am IST)
  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં બે દિવસથી ભેદી ધડાકા : રાત્રીના સમયે ભેદી ધડાકાઓથી લોકોમાં ફફડાટ. :ધડાકાઓનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી :ધડાકા સાથે જમીન ધ્રુજી ઉઠે છે છતાં તંત્ર અજાણ : પ્રાંત અધિકારીએ ધડાકા અંગે તપાસના આદેશ આપ્યા access_time 12:08 am IST

  • ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર, (IKDRC)અમદાવાદએ નવા ચાર ડાયાલિસિસ કેન્દ્રનો શુભારંભ કર્યો છે. ગાંધીનગર જિલ્લામાં કલોલ, માણસામાં, જામનગરમાં જામજોધપુરમાં અને મોરબીમાં વાંકાનેરમાં ડાયાલિસિસ કેન્દ્ર શરુ કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર આરઓ પ્લાન્ટ સુવિધા સાથે 21 અત્યાધુનિક મશીનથી સજ્જ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ગુજરાતના ઈએસઆરડી દર્દીઓને નિશુલ્ક ડાયાલિસિસ પ્રદાન કરવામાં આવે છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (જીડીપી) ભારતમાં સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. જેમાં 51 કેન્દ્ર ચાલે છે. જે 500 ડાયાલિસિસ મશીનથી સજ્જ છે. અહીં વર્ષમાં 3 લાખથી વધુ ડાયાલિસિસ કરે છે. access_time 9:33 am IST

  • પૂર્વ પોલીસ કમિશ્નર પરમ બીરસિંહને સુપ્રીમ કોર્ટની પડી ફિટકાર : કોર્ટે કહ્યું કે "તમે 30 વર્ષ સુધી મહારાષ્ટ્ર કેડરની સેવા કરી અને હવે કહો કે તમને રાજ્ય પોલીસમાં વિશ્વાસ નથી - આ ખૂબ આઘાતજનક બાબત કહેવાય". સુપ્રિમ કોર્ટે શુક્રવારે મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીરસિંહે તેમની સામે મહારાષ્ટ્રમાં નોંધાયેલા તમામ ગુનાહિત કેસોને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અથવા અન્ય કોઈ સ્વતંત્ર એજન્સીમાં સ્થાનાંતરિત કરવાની અરજીની સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટ સાફ ઇનકાર કર્યો access_time 12:49 pm IST