Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

વિડીયો : 'વાયુ' વાવાઝોડાને લઈને મુખ્યમંત્રી રૂપાણીની ગુજરાતવાસીઓ જોગ અપીલ : સૌરાષ્ટ્રના સાગરકાંઠાના પ્રવાસનધામોમાં રહેલા ટુરિષ્ટસને આ વિસ્તારો છોડી દેવા તેમજ સલામત સ્થળે ખસી જવા કર્યો અનુરોધ : સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓની શાળા - કોલેજો માં 12 અને 13 જૂન દરમ્યાન રજા રાખવાનો કર્યો નિર્ણય : ઉચ્ચ સ્તરીય બેઠકમાં લેવાયા નિર્ણયો : આવતીકાલની કેબીનેટ બેઠક રદ્દ કરી તમામ મંત્રીઓને પોતપોતાના વિસ્તારોમાં ધ્યાન રાખવા અપાઈ સુચના

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તા. 13 થી 15 દરમ્યાન યોજનારો  રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્રના 10 જિલ્લા જ્યાં વાયુ વાવાઝોડાની સંભાવના છે ત્યાં આ ત્રણ દિવસ શાળાઓમાં રજા જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં સંભવિત વાયુ વાવાઝોડા સામે રાજ્ય સરકારની સજ્જતાની સમીક્ષા બેઠકમાં આ નિર્ણય તેમણે કર્યો છે.

મુખ્યમંત્રી વિજયભાઈએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈની ઉપસ્થિતીમાં યોજેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં, ગુજરાતવાસીઓ જોગ એવી પણ અપીલ કરી કે સૌરાષ્ટ્રના, ખાસ કરીને સોમનાથ - દ્વારકા - પોરબંદર અને  સાગરકાંઠાના પ્રવાસન ધામોમાં રહેલા ટુરિષ્ટસને આ વિસ્તારો છોડી દેવા તેમજ સલામત સ્થળે ખસી જવા અનુરોધ કર્યો છે. આવા પ્રવાસીઓને જરૂર જણાયે ખાસ બસ માટે  સંબંધિત જિલ્લાના એસ ટી ડેપો મેનેજરનો સમ્પર્ક કરવા પણ જણાવાયું છે. આવા પ્રવાસીઓની સલામતી અને અન્યત્ર ખસેડવાની સૂચનાઓ પણ જે તે જિલ્લા તંત્રવાહકોને અપાઈ છે.

સંભવિત વાયુ વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓની શાળા કોલેજોમાં 12 અને 13 જૂન દરમ્યાન રજા રાખવાનો નિર્ણય મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં કરવામાં આવ્યો છે. આ 11 જિલ્લામાં પોરબંદર, ગીર-સોમનાથ, બોટાદ, ભાવનગર, દ્વારકા, જામનગર, મોરબી, જૂનાગઢ, અમરેલી, રાજકોટ અને કચ્છનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંભવિત વાયુ વાવાઝોડાની શક્યતાને પગલે રાજ્ય મંત્રીમંડળની કેબીનેટ બેઠક મોકૂફ રાખવા નો નિર્ણય કર્યો છે. રાજ્યના મંત્રીઓ જિલ્લાઓમાં પહોંચીને તંત્રનું માર્ગદર્શન કરી શકે તે હેતુથી કેબિનેટ મુલત્વી રાખવામાં આવી છે. આવતીકાલે મળનારી રાજ્યના સાંસદોની ગાંધીનગરમાં યોજાનારી બેઠક પણ મુલત્વી રાખવામાં આવી છે.

(10:57 pm IST)
  • સુરતમાં 'સાયકલોન વાયુ'ને પગલે તંત્ર એલર્ટ : ઓલપાડના દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા access_time 1:55 pm IST

  • હવામાન ખાતાની તા. 11.6.19 થી તા. 14.6.19સુધી ની વાવાઝોડાની આગાહી મુજબની સૂચના મુજબ તા.12.06.19ના રોજ યોજાનાર ગંગા દશેરા ઉત્સવ નો કાર્યક્રમ સંપૂર્ણપણે રદ કરવામાં આવેલ છે, તેમ જનરલ મેનેજર - શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જાણવા મળે છે. access_time 11:55 pm IST

  • ૧૧ થી ૧૫ જૂન સુધી રાજસ્થાનમાં આંધી, ગાજવીજ અને જોરૂદારૂ પવન ફૂંકાશે આજથી પાંચ દિવસ સુધી રાજસ્થાનમાં ધૂળની આંધી, ગાજવીજ અને તોફાની પવન ફૂંકાશે. અજમેરૂ અલવરૂ બાસવાળા બરૂન ભરૂતપુરૂ ભીલવારા ગુંદી ચિત્ત્।ોડગઢ ગૌશા ઢોલપુરૂ જયપુરૂ જુનજુનું કરાવલી કોટા ટોંક જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ૪૦ થી ૫૦ કિલોમીટરૂની ઝડપે પવન ફૂંકાશે. access_time 6:11 pm IST