Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

"વાયુ" ત્રાટકે તે પૂર્વે ૩ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવાનું યુદ્ધના ધોરણે કામ શરૂ : ૭૦૦ આશ્રયસ્થાનો - શિબિરોમાં રાખવામાં આવશે : ગુજરાત - દીવ વહીવટીતંત્ર હાઇએલર્ટ પર

ગાંધીનગર : આજે ગૃહ ખાતાની તાકીદની બેઠકમાં ગુજરાતના વાવાઝોડા અંગે વિસ્તૃત પ્લાન ઘડી કાઢવામાં આવેલ અને કોઈ જાનહાની ન થાય તથા અગત્યના સ્થળોને નુકશાન ન પહોંચે તે માટેના પગલાંઓની સમીક્ષા થઈ હતી.

સૌરાષ્ટ્ર અને દિવના કાંઠાના વિસ્તારોમાંથી ૩ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાનું સ્કાયમેટે જણાવ્યું છે. આ માટે ૭૦૦ જેટલા આશ્રય સ્થાનો નક્કી કરવામાં આવ્યા છે. કાલે વહેલી સવારથી કાર્ય શરૂ થઈ જશે.

(10:07 pm IST)