Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ભયંકર ગરમીમાં ઠંડક આપવા નવરત્ન તેલમાં તળીને પત્નિએ પતિને ભજીયા ખવડાવ્યાઃ વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ

નવી દિલ્હી : દેશમાં અત્યારે પશ્ચિમ અને ઉત્તર ભારત કાળઝાળ ગરમી પડી રહી છે અને લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે, લોકો પ્રવાહીનું ભરપુર સેવન કરી રહ્યા છે. આવી ગરમીથી બચવા માટે લોકો જાત-જાતના ઉપાય અજમાવી રહ્યા છે અને કેટલાક લોકો નવા-નવા અખતરાના વિડીયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે. જેમાં કેટલાક વીડીયો એવા હોય છે કે, તેને જોયા બાદ હસી - હસીને પેટ દુખી જતું હોય છે.

આવો જ એક હાસ્યાસ્પદ વીડીયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં ભયંકર ગરમીથી પરેશાન પોતાના પતિને ઠંડક આપવા માટે એક પત્નીએ માથામાં લગાવવાના નવરત્ન તેલમાં ભજીયા તળીને તેના પતિને ખવડાવ્યા છે.

એક પત્નીના તેના પતિ પ્રત્યેના પ્રેમની અભિવ્યકિતનો આ વીડીયો સોશીયલ મીડિયા પર એટલો વાયરલ થયો છે કે, અત્યાર સુધી ૮૦ લાખથી વધુ લોકો તેને જોઇ ચૂકયા છે.

આ વીડીયો જોઇને તમને પણ લાગશે કે, ભારતમાં હુનરનો અભાવ નથી. એક બીજુ તમને હસવાનું પણ આવશે તો બીજી તરફ ઘેર-ઘેર છૂપાયેલા આવા કલાકારોની  પ્રશંસા કર્યા વગર પણ તમે રહી શકશો નહીં. જો કે, સ્માર્ટફોન માટેની નવી એપ્લિકેશન   Tiktok આવ્યા પછી આવા અસંખ્ય કલાકારો બહાર આવવા લાગ્યા છે. તેઓ લોકોને હસાવવા માટે જાત-જાતના અખતરા કરતા હોય છે.

(6:26 pm IST)
  • સુરક્ષા પ્રશ્ને કોઇ બાંધછોડ નહીઃ છાપરાવાળી શાળા-ટયુશન કલાસીસને સીલ કરવા આદેશ access_time 3:57 pm IST

  • સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી : ૧૨ અને ૧૩મી જુને વરસાદની આગાહીઃ રાજકોટ, સુરત, વેરાવળ, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી access_time 12:35 pm IST

  • મુંબઇ-થાણે : ૪૮ કલાક સુધી ભારે વરસાદની ચેતવણી access_time 11:27 am IST