Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

વાવાઝોડા સમયે દરિયા કિનારે લગાવાતા સિગ્નલ ૧ થી ૧૦ ના અર્થ શું ?

કેતન જોશી/અમદાવાદઃ વાવાઝુડાની પરિસ્થિતિમાં તંત્ર દ્વારા અલગ અલગ સિગ્નલ આપવામાં આવે છે. દરેક સિગ્નલની એક વ્યાખ્યા હોય છે. ત્યારે આ તમામ સિગ્નલની  તીવ્રતા અને તેના શું સંકેત હોય છે તેના વિશેની માહિતી બહુજ રોમાંચક છે. આ સિગ્નલના આધારે જ વાવઝોડાની તીવ્રતા નકકી થતી હોય છે.  સિગ્નલના આધારે માછીમારો કે દરિયાની આસપાસ રહેતા લોકો સાવચેત થઇ જતા હોય છે. તો ચાલો સમજીએ દરેક સિગ્નલની વ્યાખ્યા

૧ નંબરનું સિગ્નલ

હવા તોફાની કે સપાટીવાળી છે કે નથી. વાવાઝોડું આવશે કે નહિ તેની ચેતવણી આપતી નિશાની હોય છે.

ર નંબરનું સિગ્નલ

વાવાઝોડું સક્રિય થયું છે. આ નંબરનું સિગ્નલ બતાવે છે કે બંદર છોડયા પછી દરિયામાં જતા જહાજોને સમુદ્રી બળનો સામનો કરવો પડશે.

૩ નંબરનું સિગ્નલ

સપાટીવાળી હવાથી બંદર ભયમાં છે.

૪ નંબરનું સિગ્નલ

વાવઝોડાથી બંદર ભયમાં છે. પરંતુ અત્યાર સુધી ભય એવો ગંભીર જાણતો નથી, કે જેનાથી કોઇ સવાચેતીના પગલા લેવા પડે.

૧૦ પોઇન્ટમાં જાણો શું છે 'વાયુ' વાવાઝોડું, જે ગુજરાતના માથા પર તાંડવ કરશે.

પ નંબરનું સિગ્નલ

થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી દક્ષિણ દિશા તરફ કિનારાઓ ઓળંગવા સંભાવ છે.

૪ નંબરનું સિગ્નલ

વાવાઝોડાથી બંદર ભયમાં છે. પરંતુ અત્યાર સુધી ભય એવો ગંભીર જાણતો નથી, કે જેનાથી કોઇ સાવચેતીના પગલા લેવા પડે.

૧૦ પોઇન્ટમાં જાણો શું છે 'વાયુ' વાવાઝોડું, જે ગુજરાતના માથા પર તાંડવ કરશે.

પ નંબર સિગ્નલ

થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી દક્ષિણ દિશા તરફ કિનારાઓ ઓળંગવા સંભાવ છે. જેથી બંદરમાં ભારે હવા સંભવ છે.

૬ નંબરનું સિગ્નલ (ભય)

થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરની ઉતર દિશા તરફનો કિનારાઓ ઓળંગવાનો સંભવ છે, જેથી બંદર ઉપર ભારે હવાનો અનુભવ થાય.

૭ નંબરનું સિગ્નલ (ભય)

પહોળા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદર નજીક અથવા બંદરની ઉપર થઇને પસાર થવો સંભવ છે. જેથી  બંદરમાં ભારે હવા સંભવ છે.

૬ નંબરનું સિગ્નલ (ભય)

થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરની ઉત્તર દિશા તરફનો કિનારાઓ ઓળંગવાનો સંભવ છે, જેથી બંદર ઉપર ભારે હવાનો અનુભવ થાય.

૭ નંબર સિગ્નલ (ભય)

પહોળા અથવા સાધારણ પ્રકારનું વાવઝોડું બંદર નજીક અથવા બંદરની ઉપર થઇને પસાર થવો સંભવ છે. જેથી બંદરને ભારે તોફાની પવનનો સામનો કરવો પડશે.

૮ નંબરનું સિગ્નલ (મહાભય)

ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી દક્ષિણ તરફ કિનારો ઓળંગવાનું સંભવ છે, જેથી બંદરે તોફાની હવાનો અનુભવ થાય.

૯ નંબરનું સિગ્નલ (મહાભય)

ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી ઉતર તરફ કિનારો ઓળંગે તેવું સંભવ છે. આથી બંદરને ભારે તોફાની હવાનો અનુભવ થવાની શકયતા છે.

૧૦ નંબરનું સિગ્નલ (મહાભય)

ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી અગર બંદર ઉપર થઇને પસાર થવાની શકયતા છે. આથી બંદરને ભારે તોફાની હવાનો અનુભવ થવાની શકયતા છે.

૧૧ નંબરનું સિગ્નલ (મહાભય)

તાર વ્યહાર બંધ થાય. ખુબ ખરાબ હવામાનનો અનુભવ. અત્યંત ભયજનક ગણાય.

(6:13 pm IST)