Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આંબાના પાનમાંથી દારૂ બનાવ્યોઃ ડાયાબીટીસ સાથે ફેટ પણ ઘટાડશે

આંબાનાં પાનમાં ઘણાં ગુણકારી તત્વ હોય છે, જે રોગપ્રતિરોધક ક્ષમતા વધારે છે

ગ્વાલીયર તા. ૧૧ :.. જીવાજી યુનિવર્સિટીના હેલ્થ સેન્ટરના વિદ્યાર્થીઓએ આંબાનાં પાનમાંથી દારૂ બનાવ્યો છે., તેમાં ૮ થી ૧ર ટકા સુધી આલ્કોહોલ હશે. તેમ છતાં પણ તે ડાયાબીટીસને રોકવાની સાથે - સાથે ફેટ ઘટાડવા અને રોગ પ્રતિકારક શકિત વધારવામાં મદદરૂપ સાબીત થશે.

દારૂ બનાવવામાં ૪પ થી પ૦ દિવસનો સમય લાગશે. તેને ગ્લુકોઝ, કાર્બોહાઇડ્રેટ અને પેપ્ટોન પ્રોટીનના કણમાંથી બનાવવામાં આવે છે. જેયુ મેનેજમેન્ટ હવે આ પ્રોડકટ લોકો સુધી પહોંચાડવા માટે કોઇ કંપની સાથે પોતાની ફોર્મ્યુલાના એમઓયુ સાઇન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આંબાના પાનમાંથી દારૂ તૈયાર કરવાની ફોર્મ્યુલા જેયુના હેલ્થ સેન્ટર પ્રભારી ડો. જીબીકેએસ પ્રસાદ અને સંશોધન વિદ્યાર્થી રૂપાલી દત્તના સાથીઓએ શોધી છે, તેમાં આંબાનાં પાનમાં મળી આવતાં મેંગો ફેરીન  તત્વની મહત્વપૂર્ણ ભૂમિકા છે, જે તમામ બીમારી રોકવામાં મદદ કરે છે. ખાસ વાત એ છે કે આંબાના પાન આખું વર્ષ ઉપલબ્ધ  રહે છે, જેથી આ દારૂ કોઇપણ સિઝનમં બનાવી શકાય છે.

શા માટે શરીર માટે લાભકારી

આંબાના પાનના દારૂમાં મેંગો ફેરિન હોય છે, તેનાથી ડાયાબીટીસ કંટ્રોલમાં આવે છે. શરીરની ફેટ ઘટે છે, તેમાં એન્ટિ  બેકટેરીયલ ગુણો પણ હોય છે.

ગેલિક એસીડ, પેરાસિટીન, કેટાઇચીન, ઇપી કેટાઇચીન શરીરના ઉત્તકોને ક્ષતીગ્રસ્ત નહીં થવા દે.

એસ્કોર્બિક એસીડ રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે, તેમાં કેલ્શિયમ પણ હોય છે. તે હાડકાં માટે લાભદાયક હોય છે.

(4:01 pm IST)