Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

માલીમાં નરસંહાર ૧૦૦ની હત્યા : અનેક ગૂમ

બામાકો : મધ્ય માલીના એક ગામમાં ફાટી નીકળેલી હિંસામાં ૧૦૦ લોકોની દ્યાતકી હત્યા કરવામાં આવી છે. આ હુમલામાં બીજા અનેક લોકો લાપતા થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. અત્યાર સુધી કોઇ પણ સમુદાયે આ હુમલાની જવાબદારી લીધી નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર દોગોન સમુદાય પર આ હુમલો કરવામાં આવ્યો હતો. ત્રણ સપ્તાહ અગાઉ દોગોન સમુદાયે ફુલાની ગુ્રપના ૧૬૦ સભ્યોની હત્યા કરી હતી.

અનેક પશુઓની પણ હત્યા કરવામાં આવી છે અને કેટલાક મકાનોને આગ પણ ચાંપવામાં આવી છે. આતંકીઓ જેવા દેખાતા સશસ્ત્ર હુમલાખોરોએ ગામના લોકો પર દ્યાતકી હુમલો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે માલીમાં ૨૦૧૫થી બે સમુદાયો વચ્ચે હિંસા ચાલી રહી છે.

(3:41 pm IST)