Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ભારતના બીજા પ શહેરમાં બુલેટ ટ્રેન ચલાવવા તૈયારી

અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન બાદ કામગીરી શરૂ : હવે દિલ્હી, કોલકતા, હૈદરાબાદ, ચેન્નાઇ તેમજ બેંગલોરને જોડવા માટે બુલેટ ટ્રેનો ચલાવાશે : ગોયલ જાપાન પહોંચ્યો

નવી દિલ્હી,તા. ૧૧: મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બાદ હવે ભારતના પાંચ અન્ય શહેરોમાં બુલેટ ટ્રેન ચલાવવા માટે યોજના તૈયાર કરવામાં આવી રહી છે. ઇન્ટરનેશનલ હાઇ સ્પીડ રેલ એસોસિએશનના વાઇસ ચેરમેન ટોરકલ પેટર્સને કહ્યુ છે કે નવી દિલ્હી, કોલકત્તા, હૈદરાબાદ, ચેન્નાઇ અને બેંગલોરમાં પણ બુલેટ ટ્રેન ચલાવવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે. જાપાન દ્વારપા પ્રસ્તાવ આપવામાં આવ્યા બાદ આ દિશામાં પણ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. અંગ્રેજી પોર્ટલ ધ પ્રિન્ટ મુજબ મુંબઇ-અમદાવાદ પ્રોજેક્ટ પર કામ પૂર્ણ કરવામાં આવ્યા બાદ નવા હાઇ સ્પીડ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાક્ષી પ્રોજેક્ટ પર કામ પૂર્ણ કરવામાં આવ્યા બાદ પાંચ શહેરોમાં કામગીરી હાથ ધરવામા ંઆવનાર છે. અ૬ે નોંધનીય છે કે પેટર્સન સેન્ટરલ જાપાન રેલવે કંપનીના નિર્દેશક તરીકે પણ છે. આ જ કંપની જાપાનની પ્રાઇવેટ પ્રાઇવેટ રેલવે ફર્મ છે. આ જ કંપની મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂર્ણ કરી રહી છે. પેટર્સનની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો દેશની પ્રથમ બુલેટ ટ્રેન જ લેટ થઇ ચુકી છે. જમીન અધિગ્રહણમાં વિલંબ થવાના કારણે મુંબઇ-અમદાવાદ પ્રોજેક્ટ ૨૦૨૨ના બદલે ૨૦૨૩માં અમલી શરૂ કરાશે. તેમણે કહ્યુ હતુ કે ટિકિટની કિંમત અને હાઇ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટને સપોર્ટ કરવા માટે રેવેન્યુ મોડલ પર વાતચીત ચાલી રહી છે. જી-૨૦ મંત્રીમંડળની બેઠકમાં ભાગ લેવા માટે રેલવે પ્રધાન પિયુષ ગોયલ હાલમાં જાપાનમાં છે. ગોયલે બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી હતી. ગોયલે કહ્યુ હતુ કે ટુંક સમયમાં જ જાપાનની સાથે ભાગીદારી કરીને આધુનિક શિંકાનસેન ટેકનિકનો પણ ઉપયોગ કરવામાં આવનાર છે.

(3:39 pm IST)
  • વાયુ વાવાઝોડુ આવતી કાલે બપોર સુધીમાં મુંબઈથી અઢીસો કિલોમીટર દૂર પહોંચી જશે. સમુદ્ર થી દૂર રહેવું હિતાવહ હોવાનું જાણીતા વેધર એનાલિસ્ટ અક્ષય દેવરસે આજે રાત્રે ટ્વિટ ઉપર જાહેર કર્યું છે. સમુદ્રની તોફાની સ્થિતિ અને પવન ફૂંકાતો રહેશે. લોકોની સલામતી માટે વધારાના પોલીસ અને કોર્પોરેશનના ઓફિસરો દરિયાઈ વિસ્તારોમાં મુકવામાં આવે તેવી સંભાવના છે. અક્ષય દેવરસ પોતાના ટ્વિટમાં જણાવે છે કે વાયુ વાવાઝોડુ મહારાષ્ટ્રના દરિયાકાંઠાની સમાંતરે ઉત્તર દિશામાં સતત આગળ વધશે અને ગુજરાતનો દક્ષિણ સાગરકાંઠો આવતીકાલે 12 જૂનના બપોર પછી અને 13 જૂનના રોજ સતત હાઇ એલર્ટ ઉપર રહેશે. આ સમયે 13 જૂનના દિવસે અતિ ભારે વરસાદ અને નુકસાન પહોંચાડે તેઓ તોફાની પવન ફૂંકાશે. access_time 12:02 am IST

  • ૧૧ થી ૧૫ જૂન સુધી રાજસ્થાનમાં આંધી, ગાજવીજ અને જોરૂદારૂ પવન ફૂંકાશે આજથી પાંચ દિવસ સુધી રાજસ્થાનમાં ધૂળની આંધી, ગાજવીજ અને તોફાની પવન ફૂંકાશે. અજમેરૂ અલવરૂ બાસવાળા બરૂન ભરૂતપુરૂ ભીલવારા ગુંદી ચિત્ત્।ોડગઢ ગૌશા ઢોલપુરૂ જયપુરૂ જુનજુનું કરાવલી કોટા ટોંક જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ૪૦ થી ૫૦ કિલોમીટરૂની ઝડપે પવન ફૂંકાશે. access_time 6:11 pm IST

  • સિરીયા, ઈરાકમાં પીછેહઠ પછી આઈએસ હવે અફઘાનિસ્તાનમાં સક્રિય થયાના અહેવાલો access_time 3:28 pm IST