Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

હોર્ન વગાડયા વિના આ ભાઇએ કરી ૧પ,૦૦૦ કિલોમીટરની સફર

બેંગ્લોર તા. ૧૧: તમે ગાડી ચલાવતા હો અને કોઇ કહે કે તમારે હોર્ન વગાડયા વિના જ ડ્રાઇવિંગ કરવાનું છે તો ફાવે? બેંગલોરમાં રહેતા ભારતી એથિનારાયણન નામના ભાઇએ 'નો હોર્ન ઓકે પ્લીઝ'નું અભિયાન શરૂ કર્યું છે. ર૦૧૬માં તેણે આ કાર્ય શરૂ કર્યું હતું એને એ પછી તે કોઇપણ ટ્રાફિક અને ભીડભાડવાળી જગ્યાએ જાય ત્યારે ટૂ-વ્હીલર વાહનો પર 'નો હોર્ન પ્લીઝ'નું સ્ટિકર લગાવીને લોકોને નોઇસ પોલ્યુશન ઓછું કરવા સમજાવતો. ત્યારથી અત્યાર સુધીમાં ભાઇ રામેશ્વરમ, કોઇમ્બતુર, કેરળ અને કોલાર જેવાં શહેરોમાં કાર લઇને જઇ આવ્યા છે અને આ તમામ મુસાફરીઓ હોર્ન વગાડયા વિનાની છે. કર્ણાટકમાં અલગ-અલગ સંસ્થાઓ અને પોલીસ દ્વારા ધ્વનિપ્રદૂષણ ઘટાડવા માટે નો હોર્ન પ્લીઝ મૂવમેન્ટ શરૂ કરવામાં આવી છે. જોકે ભારતી એથિનારાયપણનો દાવો છે કે દરેક વ્યકિતએ લોકોમાં જાગૃતિ લાવવાની સાથે જાતે પણ આ નિયમનું કડક પાલન કરવું જરૂરી છે. તેમના કહેવા મુજબ ત્રણ વર્ષમાં તેણે ૧પ,૦૦૦ કિલોમીટરથી વધુ ડ્રાઇવિંગ કર્યું છે. પણ તેણે એક વાર પણ હોર્ન નથી વગાડયો.

(3:34 pm IST)
  • રાજય સરૂકારૂ દ્વારા કંટ્રોલરૃમ કાર્યરૂત : ફોન નંબરૂની યાદી access_time 6:14 pm IST

  • પ.બંગાળના ઉતર ૨૪ પરગણા જિલ્લાના ડાંકીનારામાં બોમ્બ બ્લાસ્ટમાં ૨ના મોત થયા અને ૪ ને ઇજા થઇ છેઃ ટીએમસી-બીજેપી કાર્યકર્તાઓ વચ્ચે હિંસક બનાવોએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે. જો કે આ ઘટનામાં હજુ સ્પષ્ટ થયું નથી તેની પાછળ કોનો હોય છે. ટીએમસીએ બીજેપીએ લગાવેલા આરોપીને ફગાવી દીધા છે. access_time 1:55 pm IST

  • સૌરાષ્ટ્ર-કચ્છની સાગરકાંઠા પર આવેલ તમામ સ્કૂલ-કોલેજો આવતીકાલ અને ગુરુવાર એમ ૨ દિવસ બંધ રાખવાના હુકમો : ગુરુવારે વાયુ વાવાઝોડું સૌરાષ્ટ્રના સાગરકાંઠે ત્રાટકશે તે સંદર્ભે આ હુકમો થયા છે. access_time 8:41 pm IST