Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

પૂ. રમેશ ભાઈશ્રી નું ‘અકિલા' પરિવાર દ્વારા ઉષ્‍માભર્યુ સ્‍વાગત : હેમુ ગઢવી હોલમાં પૂ. ભાઈશ્રી, શ્રી સાંઇરામ દવે અને સુ.શ્રી નેહલ ગઢવીના ‘લાઈફમંત્ર'માં સાત્‍વિક શ્રોતાઓ ઓતપ્રોત

ગત તા. ૮ જુન શનિવારે, હેમુ ગઢવી હોલ રાજકોટ ખાતે યોજાયેલ ‘‘ગુજરાત્રી'' પ્રસ્‍તૃત ‘‘લાઇફ મંત્ર'' કાર્યક્રમમાં

રાજકોટ : ‘અકિલા - ઈન્‍ડિયા ઈવેન્‍ટ્‍સ ગુજરાત્રી'  પ્રસ્‍તુત સીઝન-૨ ‘સ્‍વયં-સંબંધ-શિર્ષક હેઠળ યોજાયેલ કાર્યક્રમને લોકો દ્વારા ભારે ચાહના મળી છે. ઉપરોકત તસ્‍વીરોમાં પૂ.ભાઈશ્રી નું ભાવભીનું સ્‍વાગત કરતાં ‘અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, અકિલાના તંત્રી શ્રી અજીતભાઈ ગણાત્રા અને અકિલાના એકિઝકયુટીવ એડીટર શ્રી નિમીષભાઈ ગણાત્રા તેમજ સત્‍યસાંઈ હાર્ટ હોસ્‍પિટલના મેનેજીંગ ડાયરેકટર શ્રી મનોજભાઈ ભીમાણી નજરે પડે છે. જયારે નીચેની વચ્‍ચેની તસ્‍વીરમાં સ્‍વયં વિષય ઉપર વકતવ્‍ય આપી રહેલા પૂ. ભાઈજી તેમજ બાજુમાં શ્રી સાંઈરામ દવે અને સુશ્રી નેહલ ગઢવી નજરે પડે છે. આ કાર્યક્રમમાં આગેવાનો સર્વેશ્રી કોંગ્રેસના પ્રદેશ મહિલા અધ્‍યક્ષ ગાયત્રીબા વાઘેલા, જીતુ ભટ્ટ, જીતુ કોઠારી, મનીષ રાડીયા, નલીન ઝવેરી, પિયુષ મહેતા, દેવાંગ માંકડ, મારૂતિ કુરિયરના ચેરમેન રામભાઈ મોકરીયા, વિનુભાઈ ઝગડા, નવીનભાઈ ઠક્કર, જાણીતા એડવોકેટ શ્‍યામલભાઈ સોનપાલ, નવરંગ કલબના પરેશભાઈ ચગ, મ્‍યુ.કોર્પો.ના ચીફ એકાઉન્‍ટન્‍ટ અમિતભાઈ સવજીયાણી, ડેન્‍ટીસ્‍ટ. વૈભવ સવજીયાણી, નલીન સોઢા, સંદેશના પૂર્વ મેનેજર શ્રી કતીરા દંપતિ, જામનગરના અકિલાના પ્રતિનિધિ મુકુંદ બદીયાણી, જામનગરના જાણીતા બિલ્‍ડર અમુભાઈ કારીયા, યુવા લોકસાહિત્‍યકાર હરપાલ બારડ તેમજ મોટી સંખ્‍યામાં શ્રોતાઓ ઉપસ્‍થિત રહ્યા હતા અને આખો કાર્યક્રમ દિલથી માણ્‍યો હતો.(તસ્‍વીરોઃ સંદીપ બગથરીયા)

(2:42 pm IST)