Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

મમતાજીએ ‘જય શ્રી રામ' કહી દીધું હોત તો આગ ન લાગત

મન પરનો કાબૂ ગયો તેથી વિવાદ જાગ્‍યોઃ પૂ.ભાઇશ્રી

રાજકોટઃ સ્‍વના મેનેજમેન્‍ટ વિષય પર પ્રવચન આપતા પૂ.રમેશભાઇ ઓઝાએ પ.બંગાળના મુખ્‍યમંત્રી મમતા બેનરજીનું ઉદાહરણ આપ્‍યું હતુ. પૂ.ભાઇજીએ કહ્યું હતુ કે, થોડો મન પર કાબૂ રખાયો હોત તો વિવાદથી બચી શકાયું હોત.

જય શ્રી રામના નારા લાગ્‍યા, મમતાજી ખીજાઇ ગયા માતાજીનો મન પરનો કન્‍ટ્રોલ ગયો આટલા મોટા પદે પહોચેલાનો પણ કાબૂ જઇ શકે છે આ સમયે મમતા દીદીએ જય શ્રી રામના નારા લગાવનારા લોકોને સામે જય શ્રી રામ કહી દીધું હોત તો વિવાદની આગ લાગી ન હોત.

(2:15 pm IST)
  • કોંગ્રેસ હવે વચગાળાના પ્રમુખ માટે કસરત હાથ ધરશેઃ રાહુલ મકકમ છે : જો રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્‍યક્ષપદ છોડવા મકકમ રહેશે તો વચગાળાના નવા પ્રમુખ શોધી કાઢવા કોંગ્રેસના ટોચના નેતાઓની બેઠક તુરતમાં મળી રહયાના નિર્દેશો મળે છે access_time 11:34 am IST

  • ચૂરુ રાજસ્થાનમાં ૫૦ ડિગ્રીને ગરમી વળોટી ગઈ.. ચૂરુ રાજસ્થાનમાં આજે દેશભરનું સૌથી ઊંચું ૫૦.૩ ડિગ્રી ઉ.માન રહ્યું access_time 11:30 pm IST

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે વાવાઝોડા સંદર્ભેની તૈયારીઓ ચકાશી : ગુરુવારે સૌરાષ્ટ્રના સાગરકાંઠે ૧૨૦ કી.મી. ઝડપે વાવાઝોડું ફૂંકવાનું છે ત્યારે આ અંગેની તૈયારીઓનું ગૃહમંત્રી અમિતભાઇ શાહે આજે આકલન કર્યું હતું. access_time 8:42 pm IST