Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

‘અકિલા'નો પ્રયોગ આવકાર્યઃ પૂ.ભાઇશ્રી

‘લાઇફ મંત્ર' કાર્યક્રમથી સત્‍સંગનું સ્‍વરૂપ બદલાયું: આ પ્રયોગના દુખણા લઉં છું

રાજકોટઃ ‘અકિલા' ઇન્‍ડિયા ઇવેન્‍ટ્‍સના ગુજરાત્રી પ્રોજેકટ અંતર્ગત શનિવારે સમય, સંબંધ અને સ્‍વના મેનેજમેન્‍ટ વિષય પર ત્રણ નામાંકિત વકતાઓના પ્રવચનો થયા હતા.

સ્‍વના મેનેજમેન્‍ટ અંતર્ગત ભાગવત કથાકાર પૂ.રમેશભાઇ ઓઝાનુ પ્રવચન યોજાયેલું  પ્રવચન દરમિયાન પૂ.ભાઇજીએ - ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, તંત્રીશ્રી અજિતભાઇ ગણાત્રા અને એકઝીકયુટીવ એડિટર શ્રી નિમિષભાઇ ગણાત્રાનું સાલ ઓઢાડીને સન્‍માન કર્યુ હતું.

પૂ.ભાઇજીએ લાઇફ મંત્ર શબ્‍દ અંગે કહયુ હતુ કે, સમય પ્રમાણે મંત્ર બદલાય, પરંતુ મંત્ર કાલાધીન નથી. સમય મુજબ મંત્ર બદલો તો તમારો સમય બદલાય ન ‘અકિલા'એ ‘લાઇફમંત્ર'થીમ પર આ કાર્યક્રમ યોજયો તે આવકાર્ય છે. સમય પ્રમાણે સત્‍સંગનુ સ્‍વરૂપ બદલાઇ રહ્યુ છે. શ્રી નિમિષભાઇ ગણાત્રાના આ પ્રયોગના હું દુખણા લઉં છું અને શુભકામના આપું છું.

(2:15 pm IST)