Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

લાઇફ મંત્રઃ ‘સ્‍વ'ની ઓળખ થઇ, ‘સંબંધો' મજબૂત થયા અને ‘સમય' શાનદાર બન્‍યો

તા. ૮ જુન-શનિવાર રાત્રે ‘અકિલા ઇન્‍ડિયા ઇવેન્‍ટ્‍સ' - ‘ગુજરાત્રી' પ્રસ્‍તૃત ‘Life મંત્ર' ના અનન્‍ય પ્રયોગમાં સમાજના દરેક સ્‍તરના લોકો ઉમટ્‍યાઃ જ્ઞાન-રમૂજ અને સમજનો સંગમ વરસ્‍યો

રાજકોટ : અકિલા ઇન્‍ડિયા ઇવેન્‍ટ્‍સની, ‘ગુજરાત્રી' સીઝન ૧ આવી ત્‍યારે લોકોમાં અધીરાઈ હતી જાણવાની કે આ ‘ગુજરાત્રી' છે શું? પણ જયારે ગુજરાત્રી નો ‘કોકટેલ જલશો' માણ્‍યો ત્‍યારે થયું કે‘ અકિલા' હવે એક છાપું માત્ર નથી રહ્યું. ‘અકિલા' હવે પટમાં પડ્‍યું છે કે ગુજરાતી ભાષાને એક નવીન રીતે લોકોમાં ફરી જાગૃત કરવી. બીબાઢાળ રીતે આજસુધી ગુજરાતી ભાષાને લોકો સુધી અમુક પ્રી-ડીઝાઇન પ્રોગ્રામ તરીકે મુકવામાં આવતી. આ કારણે અમુક વર્ગ સુધી ગુજરાતી ભાષા સીમિત થઇ પડી છે. પણ હવે આજની પેઢી અને આવનાર પેઢીને આપણી આ મીઠી અને સોનેરી વાદ્યા પહેરેલી ભાષાને કઈ રીતે પહોચાડવી, અને કઈ રીતે આપણી માતૃભાષાનું મહત્‍વ અને તેનો ઈતિહાસ સમજાવવો? આ પ્રશ્ન શ્રી નીમીષભાઈ ગણાત્રાને જયારે થયો અને તેમના મિત્ર કવિ હિરેન સૂબા સાથે આ બાબતે વિચાર-વિમર્શ કર્યો, ત્‍યારે તુરંતજ તેના ઉત્તર તરીકે ‘ગુજરાત્રી'નું સર્જન થયું. આજની આ પીઝા બર્ગર ખાનારી પેઢીને ઓરીજીનલ કરતાં રીમીક્‍સમાં વધુ મજા લેતાં અને બ્રાંડદ્યેલાં યુવાધન સુધી આ વાત કઈ રીતે રાખવી? પણ અકિલા ઇન્‍ડિયા ઇવેન્‍ટ્‍સએ આ પ્રશ્નનો ઉત્તર પણ શોધી કાઢ્‍યો.

પહેલી સીઝનમાં જે ફ્‌યુઝન જલસો કર્યો, લાઈવ કવિતા અને સંગીત, અને ગુજરાતી લોકગીતનું પહેલીવાર લાઈવ મેશ-અપ લોકોએ જયારે સાંભળ્‍યું ત્‍યારે જસ્‍ટીન બીરબરથી માંડી સકીરા સુધીના વેસ્‍ટર્ન સંગીતે સમાધિ લઇ લીધી. એટલી પ્રબળ ભાષા છે આપણી ગુજરાતી. પહેલી સીઝનની ધમધોકાર સફળતા બાદ અકિલા ઇન્‍ડિયા ઇવેન્‍ટ્‍સ પંચવર્ષીય યોજના કે કોઈ રનીગ કપ ની ટુર્નામેન્‍ટ જેમ બેસી ના રહ્યું. તેમના મતે તો કોઈ એવો સાહસિક વિચાર આવે કે જે આપણી ભાષાને ઉજાગર કરી શકે, એટલે તે વિચારનો તરત અમલ કરવાનો.

સીઝન ૧ અને સીઝન ૨ વચ્‍ચે, નિમિશભાઈએ અકિલા ઇન્‍ડિયા પબ્‍લીકેશનશ પણ શરુ કર્યું. જેમાં એક સરસ પ્‍લેટફોર્મ મળી રહેશે, જાણીતા અજાણ્‍યા કવિ - લેખકને વધુ જાણીતા બનવાનું. સાથે ઘણુંબધું એવું સાહિત્‍ય લખાઈને પડી રહ્યું છે, જે હવે ધીરે ધીરે લોકો સુધી પહોચશે. અને હવે ‘અકિલા ઇન્‍ડિયા ઇવેન્‍ટ્‍સ' લઇને આવી ગયું ‘ગુજરાત્રી' સીઝન ૨ ‘લાઈફમંત્ર'. સીઝન ૧ થી સાવ અલગ જ. પણ મજેદાર. જીવન કેમ સારું જીવવું તેની રૂપરેખા હળવી અને અલગ શૈલીમાં રજૂ કરવા.

‘લાઈફમંત્ર'- ‘ગુજરાત્રી ' સીઝન-૨ : સ્‍વયં-સબંધ-સમય - સફળતાના પ્રાથમિક ત્રણ પગથીયા.

માણસને સફળ થવા શું જોઈએ? સફળ થવું એટલે પૈસા કે નામ કમાવવું જ ના કહેવાય. સફળ થવું એટલે તમારી સાથે જેટલા જોડાયેલા છે તેમનું તમારા માટે તમારી સામે કે તમારી પીઠ પાછળ સારું બોલવું. અને સફળ થવું હોઈ ત્‍યારે શરૂઆત તો તમારે તમારાથી જ કરવી પડે. જેમ મોટી ઈમારત ચણવી હોઈ તો પહેલાં તેનો પાયો સબળ કરવો પડે તેવી જ રીતે સફળતાની પાયદાન ઉપર ચડતા પહેલાં, શ્નસ્‍વયંઙ્ખનું નિર્માણ કરવું અનિવાર્ય છે. અને તે પણ પ્રમાણિકતાથી. કારણ છકી ગયેલાઓની કોઈ કમી નથી. મારામાં શું દ્યટે? કઈનહિ. બસ આવી બડાઈમાં નિર્માણ સંભવ નથી. શ્નસ્‍વયંઙ્ખના નિર્માણ માટે તો પાણી જેમ નિર્મળ અને પારદર્શી થવું પડે. શ્નસ્‍વયંઙ્ખએટલે પોતે પોતા વિષે જાણવું, આપણી અસ્‍તવ્‍યસ્‍ત પરિસ્‍થિતિનો પ્રથમ ભાગ એજ છે કે આપણે જ આપણને નથી જાણતા. શ્નસ્‍વયંઙ્ખને જાણી લઈએ એટલે સફળતાની સીડીનું પ્રથમ પગથીયું આપણે સફળતાથી ચડી ગયા સમજો. અને નહિ તો જો જીવતાં જ નામ આગળ પરોક્ષ રીતે સ્‍વ લાગી જાય તો જીવતા જગતિયું થઇ જાય. અકિલા ઇન્‍ડિયા ઇવેન્‍ટ્‍સના નેજા હેઠળ પૂજય રમેશભાઈ ઓઝા, ભાઈશ્રીએ સમજાવ્‍યું કે સ્‍વયંનું નિર્માણ કઈ રીતે કરવું.

સંબંધો. છાસવારે આપણે સાંભળીયે છીએ કે પેલાને સંબંધનું કોઈ મહત્‍વ જ નથી. મે તેનું સારું કર્યું તો તેણે સંબંધનો દુરુપયોગ કર્યો. સાચી વાત. સમાજ છે, તો સારું-ખરાબ બધું જ શક્‍ય છે. એટલે અહિયાં વાત છે સંબંધોને સ્‍વીકારી તેણે તેના કદ પ્રમાણે જાળવવાની. સ્‍વયં ને ઘડ્‍યા બાદ તમે એકલપંડે ફતેહ હાસિલ ના જ કરી શકો. તમારે જરૂર પડશે અમુક હાથની અમુક ખભાઓની. સમાજ એટલે જ સંબંધ, જે તમારી જીદંગીના કોઈપણ ભાગનો હિસ્‍સો હોઈ શકે. સંબંધ એટલે જીવતો જાગતો પરિચય. ક્‍યારે કેટલો અને ક્‍યાં કેવો સંબંધ રાખવો, તે સફળ થવા માટે મુખ્‍ય કારણ છે. કહેવાય છે કે જેવા તમે તેવા તમારા સંબંધો. તમારે જેવું આપવું લેવું છે, સંબંધો પણ સામે એવું જ કરશે. એટલે આ બાબત જેટલી ઈમોશનલ છે તેટલી પ્રેક્‍ટીકલ પણ. સંબંધોની ઊંડાઈ અને છુપાયેલા સત્‍ય અને ભેદ વિષે ગુજરાત્રીના બેનર હેઠળ સરળ અને રસપ્રદ ભાષામાં સમજાવ્‍યું શ્રી સાંઈરામ દવેએ.

સમય, આપણા ગુજરાતીઓ માટે ખાસ કહી મહત્‍વનો નહિ તેવો વિષય. આપણે બધા લહેરી લાલાઓ. થઇ જશે, થઇ રહેશે, થશે હવે, આ વાક્‍યો આપણી જીભેથી ગમે ત્‍યારે ગમે તેવા સંજોગોમાં નીકળે જ. આપણે હાર્ડવર્કર ખરા, લડી લેવા ના જોશ પણ ભારોભાર ભર્યા, પરંતુ સમયના મેનેજમેન્‍ટમાં આપણે થોડાં કાચાં. આટલી મોટી જિંદગી મળી છે તો શું હાયહોરી કરવી, જે કમાયા છીએ તે વાપરવું તો ખરું ને. આવું કશુંક આપણે આપણી ફિલોસોફી બાંધીને તેના પરિઘમાં જીવતા હોઈએ છીએ. પરંતુ ગયેલ સમય પાછો નહિ આવતો તેમ સમયનું મેનેજમેન્‍ટ હોવું જરૂરી છે. સમય કેટલો અને કેવો વ્‍યતીત કર્યો તે મહત્‍વનું છે. તમને દિવસે જેટલા કલાક જાગ્‍યા હોઈ તેનો હિસાબ માંડો તો માંડ ૨-૪ કલાક તમે કહી શકો કે કામ કર્યું, બાકી તો અડધી ચા, ગપ્‍પા, બડાઈ અને બુરાઈ. એટલે સમયના મેનેજમેન્‍ટનું મહત્‍વ પણ એટલું જ કે જેટલું સ્‍વયં અને સંબંધો નું. સમય ને કેમ સાચવી અને તેનો કેમ પુરતો ઉપયોગ કરવો તે બાબતે ‘લાઈફ મંત્ર'ની ઓથ હેઠળ સુ.શ્રી નેહલ ગઢવીએ પ્રકાશ પાડ્‍યો હતો.

દિગ્‍દર્શક - સંચાલક શ્રી વિરલ રાચ્‍છની મૌલિકતા અને યુવા કવિ શ્રી મિલિન્‍દ ગઢવીની સાહજિક શૈલીની શ્નરાયસઙ્ખના નિયંત્રણથી આ સીઝન ૨ માં લાઈફ મંત્ર નું ગાડું, તમને સફળ થવા માટેના પ્રાથમિક ત્રણ પગથીયાના મૂળસ્ત્રોતને ઉજાગર કર્યા હતા. હેમુ ગઢવી હોલ, રાજકોટમાં, તારીખ ૮ જુન, સાંજે ૮.૩૦ કલાકે યોજાયેલ ‘ગુજરાત્રી' પ્રસ્‍તુત ‘લાઈફ મંત્ર' કાર્યક્રમને રાત્રે ૧૨ વાગ્‍યા સુધી, હોલમાં ભેગી થયેલ હકડેઠઠ મેદનીએ દિલથી માણ્‍યો હતો અને આત્‍મસાત કર્યો હતો. (આલેખન - કૌશિક પટેલ (કુશ))

 

: આલેખન :

અશ્વિન છત્રાળા

સુનિલ મકવાણા

: તસ્‍વીર :સંદિપ બગથરીયા

(2:11 pm IST)