Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

સ્વામી માધવપ્રિયદાસજીની ઉપસ્થિતિમાં વિનીપેગ - કેનેડા ખાતે હિન્દુ ટેમ્પલમાં યોજાઈ સત્સંગ સભા

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ SGVP અમદાવાદના અધ્યક્ષ પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી વિનીપેગ-કેનેડા ખાતે પધાર્યા હતા. અહીંના હિન્દુ મંદિર ખાતે ત્રિદિનાત્મક શ્રીમદ્ ભગવત્ગીતા ઉપર પ્રવચનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

રવીભાઈ પટેલ, ભદ્રેશભાઈ ભટ્ટ, હરિવદનભાઈ ભટ્ટ, હરેશભાઈ પટેલ, અલ્પેશભાઈ પટેલ, કિરણભાઈ ગુપ્તા, નિરજભાઈ ત્રિવેદી, વિક્રમભાઈ વગેરે સ્થાનીક ભક્તજનોએ હિન્દુ મંદિર ખાતે પૂજ્ય સ્વામીજીનું સ્વાગત કર્યું હતું.

અહીં યોજાયેલ ત્રિદિવસીય ભગવત્ગીતા કથાપારાયણ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ ભક્તિયોગ ઉપર મનનીય પ્રવચનનો લાભ આપ્યો હતો. ઉપરાંત પૂજ્ય સ્વામીજીની સાથે પધારેલા શાસ્ત્રી શ્રી ધર્મવત્સદાસજીએ પ્રસંગોપાત કથાવાર્તાનો લાભ આપ્યો હતો.

શાસ્ત્રી શ્રી દર્શનપ્રિયદાસજી સ્વામી તથા પાર્ષદ ઘનશ્યામભગતના કંઠે ગવાયેલા કીર્તનો સાંભળી સૌ ભક્તો ભક્તિરસમાં તરબોળ થયા હતા.

ઉત્સાહિ ભાઈ-બહેનોએ કથામાં પધારતા ભક્તજનો માટે ભોજન-પ્રસાદની તમામ વ્યવસ્થા સંભાળી લીધી હતી.

 

(12:47 pm IST)
  • 'વાયુ' ઝંઝાવાત વધુ ઉગ્ર બનતું જાય છે : વેરાવળથી ૪૭૦ કી.મી. દૂર પહોંચ્યું : ૧૪૦ થી ૧૫૦ કી.મી. ઝડપે મહાભયાનક સ્પીડ સાથે ત્રાટકશે : જે ૧૬૫ કી.મી. થવા સંભવ છે તેમ આધારભૂત સુત્રોના હવાલાથી જાણવા મળે છે.

    access_time 11:56 pm IST

  • હવામાન ખાતાની તા. 11.6.19 થી તા. 14.6.19સુધી ની વાવાઝોડાની આગાહી મુજબની સૂચના મુજબ તા.12.06.19ના રોજ યોજાનાર ગંગા દશેરા ઉત્સવ નો કાર્યક્રમ સંપૂર્ણપણે રદ કરવામાં આવેલ છે, તેમ જનરલ મેનેજર - શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જાણવા મળે છે. access_time 11:55 pm IST

  • દેશના પૂર્વ ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલની આજે સતત બીજા દિવસે દસ કલાક સુધી ઇડીએ પૂછપરછ કરી હતી અને તેમને ફરીથી આવતીકાલે 12 જુનના રોજ એર ઇન્ડિયા સીટ શેરિંગ કેસમાં ઇડી સમક્ષ ઉપસ્થિત થવા જણાવાયું છે. access_time 11:46 pm IST