Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ધૂળની આંધી અને વરસાદ સાથે દિલ્‍હી અને ઉત્તર - પશ્ચિમ ભારતને આવતીકાલથી હીટવેવમાંથી મુકિત મળશે

નવી દિલ્‍હી તા. ૧૧ : પ્રી મોન્‍સુન એકટીવીટીથી હવે દિલ્‍હી સહિતના ઉત્તર - પશ્ચિમ ભારતને ભયંકર હીટવેવમાંથી રાહત મળશે તેમ સ્‍કાયમેટના મહેશ પાલાવત જણાવે છે.

આવતીકાલે ૧ર જૂનથી ઉપરોકત વિસ્‍તારોમાં ૧૪ જૂન સુધી વરસાદ અને ધૂળની આંધી ફુંકાતી રહેશે તેમ પણ તેઓ જણાવે છે.

ભીષણ ગરમી વચ્‍ચે દિલ્‍હીમાં કાતિલ પવન ફુંકાય છે. અનેક વિસ્‍તારોમાં ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

(1:00 pm IST)