Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

યોગી વિરૂદ્ધ વાંધાજનક ટીકા મામલે ધરપકડ કરાયેલા પત્રકારની પત્ની સુપ્રીમ કોર્ટ પહોંચી

એફઆઇઆરમાં આઇપીસીની કલમ પ૦૦ લગાડવામાં આવી છે જે પોલીસ લગાવી શકે નહીં. આ કલમ લગાડવાની સત્તા માત્ર મેજિસ્ટ્રેટ પાસે હોય બે કલમ પર જામીન મળી શકે

લખનઉ તા. ૧૧ : ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની વિરૂદ્ધ કથિત વાંધાજનક પોસ્ટ મામલે સ્વતંત્ર પત્રકાર પ્રશાંત કનૌજિયાની પત્ની જગીશા કનૌજિયાએ સુપ્રિમ કોર્ટમાં પોતાના પતિની ધરપકડને પડકાર આપતી અરજી દાખલ કી છે. આ મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. પ્રશાંતની પત્ની જગીશા કનૌજિયાએ સુપ્રીમ કોર્ટમાં હૈબિયસ કોરપસ અરજી દાખલકરી છે.

અરજીમાં જણાવવામાં આવ્યું છે કે પ્રશાંતની ધરપકડ ગેરકાયદે છે અને ઉત્તર પ્રદેશ પોલીસે આ મામલે ન તો એફઆઇઆર અંગે કોઇ જાણકારી આપી છે ન તો ધરપકડ મામલે કોઇ ગાઇડલાઇનનું પાલન કર્યું છે. તેમને ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે કોઇ મેજિસ્ટ્રેટની પાસે પણ રજુ કરાયા નહોતા. આ ઉપરાંત એ બાબતે પણ દલીલ કરવામાં આવી છે. કે એફઆઇઆરમાં આઇપીસીની કલમ પ૦૦ લગાડવામાં આવી છે જે પોલીસ લગાવી શકે નહીં. આ કલમ લગાડવાની સત્તા માત્ર મેજિસ્ટ્રેટ પાસે હોય છે. બે કલમ પર જામીન મળી શકે છે.

(11:49 am IST)