Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ખાદ્ય પદાર્થોના ભાવ વધારાને કારણે

મોંઘવારીનો દર ૭ મહિનાની ટોચે પહોંચશે

નવી દિલ્‍હી તા. ૧૧ : ખાદ્ય પદાર્થોની કિંમત આવેલા ઉછાળાના કારણે મે માં છુટક મોંઘવારી સાત મહીનાના ઉંચા સ્‍તરે પહોંચી શકે છે. એક સર્વેમાં મોટાભાગના અર્થશાષાીઓનું કહેવુ છે કે ગ્રાહક આધારિત મુદ્રા સ્‍થીતીના દરો મે માં વધીને ૩.૦૧ ટકા થઇ શકેછે. ઘણા વિશ્‍લેષકોનું માનવું છે કે આ વખતે છુટક મોંઘવારી ૩.પ૦ ટકા સુધી જઇ શકે છ.ે

સર્વેમાં મોંઘવારીનો દર આરબીઆઇના લક્ષ્ય કરતા ઓછી રહેવાના અનુમાનને કારણે રાહત વ્‍યકત કરવામાં આવી છે. આ સતત ૧૦મો મહીનો હશે જેમાં મોંઘવારી ૪ ટકાથી નીચે રહેશે, પણ ઓકટોબર પછી તે ગતી પકડે તેવી આશંકા છે બેંક ઓફ બરોડાના મુખ્‍ય અર્થશાષાી સમીર નપંગનુ કહેવું છે કે ખાદ્ય પદાર્થોની કિંમતો માર્ચથી જ વધી રહી છ. અને છુટક મોંઘવારીમાં તેની ભાગીદારી અડધાથી વધારે હોય છે. આ વર્ષે ચોમાસા પહેલા થતો વરસાદ પણ ઓછો થયો હોવાથી શાકભાજી અને ફળોનું ઉત્‍પાદન ઘટશે. અને તેની કિંમતોમાં વધારો થશે. તેનાથી છુટક મોંઘવારીનો દર મે માં વધશે.

(10:39 am IST)