Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

પ૨૦૦૦ કરોડનાં ૩૫ લાખ વાહનો ઘર જમાઇ

નથી મળતા લેવાલ : ૭ કંપનીએ પ્લાન્ટમાં પ્રોડકશન બંધ કર્યુ

નવી દિલ્હી, તા.૧૧: દેશની ૧૦ ટોચ કાર અને ટૂ-વ્હીલર નિર્માતા કંપનીઓ પૈકી ૭ દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે કે તેઓ કેટલાક દિવસો સુધી પોતાના મેન્યુફેકચરિંગ પ્લાન્ટ્સને બંધ રાખશે. કંપનીઓએ આવો નિર્ણય એટલા માટે કર્યો છે કારણ કે કાર અને ટૂ-વ્હીલર્સના ઓછા વેચાણને લઈને તેમની ઈન્વેન્ટરી અત્યાર સુધી વેચાઈ નથી. કંપનીઓ પહેલાં તે વાહનોને વેચવા ઈચ્છે છે, ત્યારબાદ નવા વાહનોના મેન્યુફેકચરિંગ કરવામાં આવશે. આ પગલાંથી ભલે કંપનીઓને પોતાની ઈન્વેન્ટરી ખાલી કરવામાં મદદ મળશે પરંતુ ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી પોતાના ગ્રોથ ટાર્ગેટને પૂર્ણ નહીં  કરી શકે.

પ્રાપ્ત વિગતો અનુસાર જૂનની શરુઆતમાં આશરે ૩૫૦૦૦ કરોડ રુપિયાની કીંમતના ૫ લાખ પેસેન્જર વ્હીકલ્સ અને ૧૭.૫ હજાર કરોડના ૩૦ લાખ ટૂ-વ્હીલર ડીલરશિપ્સમાં ઉભા છે, પરંતુ તેમને ગ્રાહકો નથી મળી રહ્યાં. પ્લાન્ટ બંધ કરનારી કંપનીઓમાં મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા શામેલ છે. આ કંપનીઓએ મે થી જૂન વચ્ચે પોતાના પ્લાન્ટ બંધ રાખ્યાં છે.

મેન્યુફેકચરિંગ પ્લાન્ટ્સ બંધ થવાથી મે-જૂન વચ્ચે ઈન્ડસ્ટ્રીનું આઉટપુટ ૨૦-૨૫ ટકા દ્યટવાની આશંકા છે. પરંતુ ખોટ ડીલર્સને થઈ રહી છે, જેમની ઈન્વેન્ટરીમાં સામાન્યથી ૫૦ ટકા વધારે વાહન રાખ્યાં છે. તેમને આ વાહનો પર જીએસટી ચૂકવવો પડી રહ્યો છે.

મારુતિ, મહિન્દ્રા અને ટાટા મોટર્સે મે માસમાં ઘણાં દિવસો માટે પ્રોડકશન રોકી દીધું હતું. આ કંપનીઓ આ મહિને ૪ થી ૧૦ દિવસ માટે બીજીવાર પ્રોડકશન બંધ કરવા જઈ રહી છે. આ વખતે Honda Cars India, Renault-Nissan Alliance અને Skoda Auto નો સમાવેશ થાય છે.

(10:36 am IST)