Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

નવાઝ શરીફ અને તેની પુત્રીને દેશ છોડવા પર પ્રતિબંધ :ધરપકડ થવાના એંધાણ

પાકિસ્તાન સરકારે બંનેને એક્ઝિટ કન્ટ્રોલ લિસ્ટમાંમુક્યા :દેશની બહાર નહીં જઇ શકે :શરીફના વકીલે પોતાનું વકિલાતનામું પાછું ખેંચી લીધું

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમની પુત્રીને દેશ છોડવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે પાકિસ્તાન સરકારે બંનેને એક્ઝિટ કન્ટ્રોલ લિસ્ટમાં મૂકી દીધા છે  હવે તેઓ દેશની બહાર નહીં જઇ શકે. સુત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનમાં થનારી સામાન્ય ચૂંટણીની તારીખે ટાળવામાં આવી શકે છે. સોમવારે નવાઝ શરીફના વકીલે પોતાનું વકિલાતનામું પાછું ખેંચી લીધું હતું. નવાઝ શરીફના વકિલે મુખ્ય ન્યાયાધીશના સૂચનોને માનવાથી ઇન્કાર કરી દીધા હતા. સુત્રો પ્રમાણે નવાઝ શરીફની ધરપકડ થઇ શકે છે.

    સુત્રોના જણાવ્યા પ્રમાણે સેના નવાઝ ઉપર લગાવેલા એનબીએ કેસને પાછો ખેંચવા માંગે છે. નવાઝ સાથે સંકળાયેલા સુત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાની સેના નવાઝથી ડરી ગઇ છે. એટલા માટે તેમના ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. પાકિસ્તાની સેનાને નવાઝના કેમ્પેનિંગથી ખતરો છે.

(1:20 am IST)