Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

રેલવેની નવી મોબાઈલ એપ "રેલ મદદ" અને "મેન્યૂ ઓન રેલ" લોન્ચ

મુસાફરી વેળાએ ખાણી-પીણીની ચીજવસ્તુઓ વિશેની જાણકારી મેળવી શકાશે :ફરિયાદ પણ દાખલ કરાવી શકશો.

 

ન્યૂ દિલ્હીઃ કેન્દ્રીય રેલ મંત્રી પીયૂષ ગોયલ અને રાજ્યમંત્રી મનોજ સિંહાએ બે મોબાઇલ એપ "રેલ મદદ" અને "મેન્યૂ ઓન રેલ"ને લોન્ચ કરેલ છે જે રેલયાત્રિઓનાં અનુભવને હજી વધારે સારો બનાવી શકે.આ એપનાં આધારે"મેન્યૂ ઓન રેલ"દ્વારા મુસાફરી દરમ્યાન ખાણી-પીણીની ચીજ વસ્તુઓ વિશે તમે જાણકારી લઇ શકશો.

   આ સાથે જ "મદદ" મોબાઇલ એપ દ્વારા રેલ્વે સંબંધી કોઇ પણ પ્રકારની જો તમને ફરિયાદ હશે તો પણ આપ તે ફરિયાદ દાખલ કરાવી શકશો. આ એપ એન્ડ્રોઇડ અને IOS યૂઝર્સનાં માટે ઉપલબ્ધ છે

(8:57 pm IST)