Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલ વિરુદ્ધ ખોલ્યો મોરચો :એલજીની ઓફિસ બહાર ધરણામાં બેઠા

કેજરીવાલની સાથે ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને ગોપાલ રાય ધરણા પર બેસી ગયા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલ અનિલ બૈજલની વિરુદ્ધ મોર્ચો ખોલ્યો છે.પોતાની ત્રણેય માંગણીઓ માટે કેજરીવાલ એલજીની ઓફીસ પર જ ઘરણા માટે બેઠા હતા. કેજરીવાલની સાથે ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને ગોપાલ રાય પણ ધરણા પર બેસી ગયા છે  

   કેજરીવાલ પોતાની ત્રણ માંગણીઓ સાથે ઉપરાજ્યપાલ અનિલ બૈજલને મળવા માટે ઓફીસ ખાતે પહોંચ્યા હતા. કેજરીવાલનું કહેવું છે કે એલજીએ તેમને ત્રણેય માંગણીઓને ફગાવી દીધી છે. કેજરીવાલે ઉપરાજ્યપાલ પાસે માંગ કરી હતી કે દિલ્હીમાં હડતાળ પર ગયેલા આઇએએસ અધિકારીઓને કામ પર પરત ફરવાનાં નિર્દેશ આપવામાં આવે અને રાશનની ડોરસ્ટેપ ડિલિવરીની યોજનાને મંજુરી મળે. કેજરીવાલે આરોપ લગાવ્યો કે, જ્યા સુધી ઉપરાજ્યપાલ માંગણીઓ નહી સ્વિકારે ત્યાં સુધી હું અહીથી નઇ જઉ.

  ધરણા પર બેઠેલા કેજરીવાલે ટ્વીટ કરીને પુછ્યું કે ઘરે ઘરે રાશન પહોંચાડવાની યોજના લાગુ ન થવી જોઇએ ? શું આ લોકોની મદદ નહી કરે ? શું તે ભ્રષ્ટાચારને દુર નહી કરે ? અમે છેલ્લા ઘણા મહિનાઓથી એલજી પાસે આગ્રહ કરી રહ્યા છીએ પરંતુ એલજીએ ઇન્કાર કરી દીધો. તે ઉપરાંત કેજરીવાલે અધિકારીઓની મનમાની અંગે પણ સવાલો પુછ્યા છે. કેજરીવાલે કહ્યું કે, સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આ પહેલીવાર છે કે આઇએએસ અધિકારી ચાર મહિના સુધી હડતાળ પર છે કેમ ?

(8:41 pm IST)