Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

નુકસાન કરતી કંપનીઓ માટે સૌથી ખરાબ વર્ષ રહ્યું : રિપોર્ટ

સંયુક્ત નુકસાનનો આંકડો ૧.૮ ટ્રિલિયન રૂપિયા : ૧૭૯૪ કંપનીઓનો નેટ નફો ૪.૪૨ ટ્રિલિયન રૂપિયા

નવીદિલ્હી, તા. ૧૧ : નુકસાન કરતી કંપનીઓ માટે ૨૦૧૭-૧૮નો ગાળો ખુબ જ નિરાશાજનક રહ્યો છે. એક દશકમાં સૌથી ખરાબ વર્ષ તરીકે નુકસાન કરતી કંપનીઓ માટે રહ્યો છે. ૧૭૯૪ જેટલી કંપનીઓએ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં સંયુક્તરીતે ૪.૪૨ ટ્રિલિયન રૂપિયાનો નેટ નફો મેળવ્યો છે પરંતુ નુકસાન કરતી કંપનીઓના પરિણામ સ્વરુપે કંપનીઓના દેખાવમાં અસર થઇ છે. ૨૦૧૭-૧૮ના નાણાંકીય વર્ષમાં ૩૪૪ કંપનીઓને સંયુક્તરીતે નુકસાનનો આંકડો ૧.૮ ટ્રિલિયન રૂપિયાનો રહ્યો છે જે નાણાંકીય વર્ષ ૨૦૧૭માં જે આંકડો હતો તેની સરખામણીમાં બે ગણો છે. એક દશકના ગાળામાં આ આંકડો સૌથી વધુ નોંધાયો છે. નુકસાન કરતી કંપનીઓનો છેલ્લા પાંચ વર્ષના ગાળામાં નુકસાનનો આંકડો સંયુક્તરીતે ૪.૮૫ ટ્રિલિયનનો રહ્યો છે જે છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં સૌથી વધારે રહ્યો છે. આની બિલકુલ વિરુદ્ધમાં એવા અભિપ્રાય પણ પ્રવર્તી રહ્યા છે કે, બેડલોનના પરિણામ સ્વરુપે આ જંગી નુકસાન થઇ રહ્યું નથી. નુકસાનના આંકડાને લઇને કંપનીઓ દ્વારા જુદી જુદી પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે.

(7:32 pm IST)