Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

કેન્‍દ્ર સરકાર દિલ્હીની આમ આદમ પાર્ટીની સરકાર સામે વેરવૃત્તિથી કામ કરે છેઃ ભાજપ સામે અરવિંદ કેજરીવાલના આકરા પ્રહારો

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના રાષ્‍ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્‍દ્રની ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતાં અને ભાજપ સરકાર આમ આદમી પાર્ટીની સરકાર સામે વેરવૃત્તિથી કામ કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો.

કેજરીવાલે કહ્યું કે, મોદી સરકારે દિલ્હી સરકારનાં મંત્રીઓ સામે 14 જેટલા ભ્રષ્ટાચારના કેસો દાખલ કર્યા છે પણ આમાથી એક પણ કેસમાં ધરપકડ કરવામાં આવી નથી.થોડો સમય શાંત રહ્યા રહ્યા પછી અરવિંદ કેજરીવાલ ફરી પાછા મોદી સામે મેદાનમાં આવ્યા છે અને તલવાર મ્યાનમાંથી કાઢી છે.કેજરીવાલે કહ્યું કે, લોકો એવુ કહી રહ્યાં છે કે, કેજરીવાલ છેલ્લા એક વર્ષથી ચૂપ છે પણ મને એવુ લાગે છે કે, હું બોલતો નથી એનો કેન્દ્ર સરકાર જુદી રીતે લાભ લઇ રહી છે.

કેજરીવાલે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, કેન્દ્ર સરકાર તાબાની તપાસ એજન્સીઓએ છ કેસો એસીબીમાં દાખલ કર્યા હતા અને આઠ કેસો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશનમાં દાખલ કર્યા હતા. પણ હજુ સુંધી આ કેસમાં એક પણ ધરપકડ કરવામાં આવી નથી. આ બધા કેસ રાજકીય રીતે પ્રેરિત છે. દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારના કામોમાં અડચણો ઉભી કરવા માટે આવા કેસો દાખલ કરવામાં આવે છે.

(7:08 pm IST)