Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ક્રાંતિકારી શહીદ રામપ્રસાદ બિસ્મિલ

બ્રિટીશ સલ્તનતની ઉંધ ઉડાડી દેનાર ભારતનો સપુત

 રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ૧૧ જૂન ૧૮૯૭એ ઉત્તરપ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં થયો  હતો.  તેમણે પોતાના ક્રાંતિકારી  જીવનમાં  મૈનપુર   અને કાકોરીકાંડને  અંજામ આપ્યો. ભારતના મહાન ક્રાંતિકારી અમર શહીદ રામપ્રસાદ બિસ્મિલ જે આજે પણ આપણા લાખો યુવાઓના પ્રેરણા સ્ત્રોત છે. જેમણે પોતાની બહાદુરી અને સુઝબુઝથી બ્રિટિશ હુકૂમતની ઊંઘ ઉડાવી દીધી હતી.  તે એકમહાન ક્રાંતિકારી જ નહીં બલ્કે બહુભાષાવિદ, સાહિત્યકાર, ઉચ્ચ કોટિના કવિ, શાયરઅને અનુવાદક પણ હતા. તે  પોતાની કવિતાઓ 'બિસ્મિલ ઉપનામથી અને રામ તથા અજ્ઞાત નામથી લખતા હતા. તેમણે પોતાના ૧૧ વર્ષના ક્રાંતિકારી જીવનમાં ઘણા પુસ્તકો લખ્યા અને સ્વયં જ તેને પ્રકાશિત કર્યા પરંતુ તેમના તમામ પ્રકાશિત પુસ્તકોને અંગ્રેજી હુકૂમતે જપ્ત કરી લીધા.

તેમણે મૈનપુરી ષડયંત્ર અને કાકોરી કાંડને અંજામ આપ્યોત્યારે આનાથી અકળાયેલી અંગ્રેજી  હુકૂમતે  અશફાક ઉલ્લાખાં, રાજેન્દ્ર લાહિડી અને રોશનસિંહની સાથે રામપ્રસાદ બિસ્મિલને પણ ફાંસીની સજા સંભળાવી અને લખનૌ સેન્ટ્રલ જેલમાં ૧૧ નંબર બેરકમાં  રાખવામાં આવ્યા હતા. પરિવારમાં રામપ્રસાદના જન્મ પહેલાં જ એક  પુત્ર  પેદાથતાં જ મરણ પામેલ જ્યારે તેમનો જન્મ થયો અને બાળકની બંને હાથોની સદેય આંગળીઓમાં ચક્રના નિશાન જોઈને એક જ્યોતિષીએ ભવિષ્યવાણી કરી હતી. જોઆ બાળકનું જીવન કોઈપ્રકારે બચી ગયું. જો કે સંભાવના ઘણી ઓછી છે, તો આને  ચક્રવર્તી સમ્રાટ બનવાથી દુનિયાની કોઈપણ તાકાત રોકી શકશે નહીં.

બાળપણમાં જ રામપ્રસાદ ના અભ્યાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું.  તેમનું મન રમવામાં વધારે અને ભણવામાં ઓછું લાગતું હતું. તેના કારણે પિતાજીના હાથે ખૂબ માર પડતો. શાળામાં રામપ્રસાદને હિન્દીની વર્ણમાળામાં 'ઉ'થી  'ઉલ્લૂ' ભણાવવામાં આવતું હતું. આ વાતનો તે વિરોધ કરતા હતા અને બદલામાં પિતાનો માર પણ ખાતા હતા.અંતે કંટાળીને તેઓને ઉર્દૂની સ્કૂલમાં ભરતી કરાવવામાં આવ્યા. કદાચ આ જ પ્રાકૃતિગુણ રાપ્રસાદને ક્રાંતિકારી બનાવી ગયા. રામપ્રસાદ ઉર્દૂમીડલની પરીક્ષામાં પાસ  ન થવા પર અંગ્રેજી ભણવાનું શરૂ કર્યું.

મોતીલાલ નહેરૂ અને દેશબંધુ ચિતરંજન દાસ જેવા અમીર લોકોએ મળી ને સ્વરાજ પાર્ટી બનાવી. નવયુવકોએ તદર્થ પાર્ટી રૂપે રિવોલ્યુશનરી પાર્ટીની ઘોષણા કરી દીધી. સપ્ટેમ્બર ૧૯ર૩માં થયેલ દિલ્હીના વિશેષ કોંગ્રેસ અધિવેશનમાં   અસંતુષ્ટ નવયુવકોએ આનિર્ણય લીધો કે તે પણ પોતાની  પાર્ટીનું નામ અને બંધારણ વગેરે નક્કી કરી રાજનીતિમાં દખલ આપવી શરૂ કરશે, નહીં તો દેશમાં લોકતંત્રના નામ પર લૂંટતંત્ર હાવી થઈ જશે. જોવામાં આવે તો તે સમયેતેમનો આ મોટો દૂરંદેશી વિચાર હતો અને નવગઠિત પાર્ટી રચવામાં આવી અને એનું નામ સંક્ષેપમાં એચ.આર.એ. રાખવામાં આવ્યું. એનું બંધારણ પીળારંગના કાગળ પર છાપીને સભ્યોને મોકલવામાં આવ્યું. આ પાર્ટીનું નેતૃત્વરામ પ્રસાદને સોંપવામાં આવ્યું હતું. આનો  ઉલ્લેખ ચીફ કોર્ટ ઓફ અવધના ફેંસલામાં મળેછે.

કાકોરી ટ્રેન ડકૈતીમાં રામપ્રસાદ અને એમના અન્ય સાથીઓની ધરપકડ કરવામાં આવી અને કોર્ટમાં કેસ ચાલ્યો.૬ એપ્રિલે ૧૯ર૭એ વિશેષશેસન જજ એ.હૈમિલ્ટને ૧૧પ પાનાના નિર્ણયમાં દરેક ક્રાંતિકારી પર લગાવેલા

આરોપ પર વિચાર કરતા લખ્યું, આ કોઈ સાધારણ ટ્રેન  ડકૈતી નહોતી. પરંતુ બ્રિટિશ સામ્રાજ્યને ઉખાડી ફેંકવાનુંષડયંત્ર છે. લંડનના ન્યાયધીશે ષડયંત્રકારી જાહેર કરતા તેમણે માફીનામું ના  આપતા રામપ્રસાદ અને તેમના અન્ય સાથીઓને ફાંસીની સજા સંભળાવી.

૧૯ ડિસેમ્બર૧૯ર૭ના રોજ દેશના મહાન ક્રાંતિકારી વીરલા રામપ્રસાદ બિસ્મિલ  અને  સાથીઓને ફાંસીને માંચડે ચઢાવી દેવામાં આવ્યા. શહીદ રામપ્રસાદ દ્વારા લખેલ સૌથી પ્રસિદ્ધ દેશપ્રતિ રચના જેને ગાઈને તમામ દેશભક્ત પોતાની આઝાદી માટે હસતા હસતા પ્રાણોની આહુતિ આપી દીધી.

સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ દેખના હૈ જોર કિતના બાજુ-

એ-કાતિલ મેં હૈ

 પૂરૃં નામ : રામપ્રસાદ બિસ્મિલ

જન્મ : ૧૧ જૂન ૧૮૯૭   શાહજહાંપુર-ઉત્તરપ્રદેશ

ઉપનામ : બિસ્મિલ, રામ, અજ્ઞાત

રાષ્ટ્રીયતા : ભારતીય

આંદોલન : ભારતીય સ્વતંત્રતા સંગ્રામ સંગઠનઃભારતીય રિપબ્લિકન એસોસિએશન

કાર્યક્ષેત્ર : કવિ, સાહિત્યકાર, શાયર, ઈતિહાસકાર

 મૃત્યુ : ૧૯ ડિસેમ્બર ૧૯ર૭ (ગોરખપુર-બ્રિટિશ ભારત)

સ્મારક : અમર શહીદ પં.રામપ્રસાદ બિસ્મિલ ઉદ્યોગનોએડા, સંગ્રહાલય-શાહજહાંપુર 

 

(3:57 pm IST)