Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

૧૬ રાજ્યોમાં ૭૨ કલાક જોખમી : તોફાની વરસાદના સંજોગો

ચોમાસુ ઝડપથી દેશમાં સક્રિય બની રહ્યું છે : મહારાષ્ટ્રથી આગળ વધી હવે છત્તીસગઢ - બિહાર ભણી આગળ વધે છે : હવામાન ખાતાએ ૧૬ રાજ્યો માટે 'રેડ એલર્ટ' જાહેર કર્યો : હરિયાણા - ચંડીગઢ - યુપી - પૂર્વી રાજસ્થાનમાં આંધી-તુફાન

પ્રિમોન્સૂન એકટીવીટીમાં વિલંબ : અરબીનું કરંટ નબળુ પડ્યુ : ઝાપટા પડશે : રાજકોટ : મધ્ય ભાગમાં એન્ટી સાયકલોન સર્જાતા પ્રિમોન્સૂન એકટીવીટીમાં વિલંબ થયો છે. સૌરાષ્ટ્રમાં ઝાપટા હળવો વરસાદ પડશે. પ્રશાંત મહાસાગરના કન્વર્ઝન અગાઉ ફેવરેબલ હતા પણ છેલ્લા ચાર - પાંચ દિવસથી અનફેવરેબલ થઈ ગયા છે. સારા વરસાદ માટે હજુ એકાદ સપ્તાહ રાહ જોવી પડશે.

નવી દિલ્હી તા. ૧૧ : ચોમાસુ ઝડપથી દેશમાં સક્રિય બની રહ્યું છે. મહારાષ્ટ્રથી આગળ વધીને હવે તે છત્તીસગઢ - બિહાર તરફ આગળ વધી રહ્યું છે. પણ એ પૂર્વે હવામાન ખાતાએ ચેતવણી આપી છે કે આવતા ૭૨ કલાક ૧૬ રાજ્યો માટે જોખમી છે. અહિં ભારે વરસાદના સંજોગો છે. આવા રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે.

હવામાન ખાતાએ જણાવ્યું છે કે, ૭૨ કલાકમાં દિલ્હી, ચંડીગઢ, યુપીમાં વિજળીના કડાકા - ભડાકા સાથે વરસાદી તોફાન ત્રાટકશે જેને કારણે તબાહી થશે.

યુપી, પૂર્વી રાજસ્થાનમાં આંધી તુફાન તો મ.પ્રદેશ, છત્તીસગઢ, પ.બંગાળ, સિક્કીમ, ઓડીશા, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ, હિમાચલમાં પણ કડાકા - ભડાકા સાથે વરસાદ પડશે.

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)એ હવામાન વિભાગના પૂર્વાનુમાનના આધાર પર એલર્ટ રજૂ કર્યું છે. હવામાન વિભાગે યુપી, બિહાર, અને ઝારખંડમાં સોમવારના રોજ આંધી-તોફાનની આશંકા વ્યકત કરી છે. આ સિવાય કોંકણ, ગોવા, બંગાળ, કર્ણાટક, કેરળ, ઓરિસ્સા સહિત દક્ષિણમાં ભારે વરસાદની આશંકા પણ વ્યકત કરાઇ છે. એનડીએમએ એ માછીમારોને આવતા ૨૪ કલાક સુધી ઓરિસ્સા, પશ્યિમ બંગાળના તટીય વિસ્તારો અને બંગાળની ખાડીના ઉત્તર ભાગમાં દૂર રહેવાનું કહેવાયું છે.

આપને જણાવી દઇએ કે બે દિવસ પહેલાં આંધી-તોફાનના લીધે એકલા ઉત્ત્।ર પ્રદેશમાં ૨૬ લોકોના મોત થયા હતા. હવામાન વિભાગે એક વખત ફરીથી પૂર્વ યુપી, બિહાર, અને ઝારખંડમાં આંધી-તોફાનની આશંકા વ્યકત કરાઇ છે. એવામાં એનડીએમએ એ પણ તેને લઇ એલર્ટ રજૂ કર્યા છે.

હવામાન વિભાગના મતે દરિયાઇ પટ્ટીના વિસ્તાર કર્ણાટક, કોંકણ અને ગોવા સહિત અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, દક્ષિણ કર્ણાટક, ઓરિસ્સા, પશ્યિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઝારખંડ અને છત્ત્।ીસગઢમાં ભારે વરસાદની શંકા છે. હવામાન વિભાગના મતે ઉત્ત્।ર પૂર્વ બંગાળની ખાડી, બાંગ્લાદેશ, અને તેને અડીને આવેલા ત્રિપુરાની ઉપર એક ઓછા દબાણનું ક્ષેત્ર બન્યું છે. તેના લીધે ભારે વરસાદની આશંકા છે.

(3:39 pm IST)
  • પાકિસ્તાન સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણંય : ભ્રષ્ટ્રાચાર વિરોધી અદાલતને પદભ્રષ્ટ પ્રધાનમંત્રી નવાઝ શરીફ અને તેના પરિવાર વિરુદ્ધ કાર્યવાહીને એક માસમાં સમાપ્ત કરવા સુપ્રીમનો આદેશ access_time 3:54 am IST

  • સુપર સ્ટાર રજનીકાંતની ફિલ્મ 'કાલા'એ દુનિયાભરમાં ફક્ત ત્રણ દિવસમાં 100 કરોડ આંકડો પાર કરી લીધો છે. ફક્ત ભારતમાં જ નહીં પણ ભારતની બહાર પણ રજનીકાંતનાં ચાહકોએ આ ફિલ્મનું દિલથી સ્વાગત કર્યુ છે. ફિલ્મ 'પદ્માવત' બાદ 'કાલા' વર્ષ 2018ની બીજી હિટ ફિલ્મ બનીને સામે આવી છે. ફિલ્મ 'કાલા'એ ફખ્ત ચેન્નઇમાં જ 4.9 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ઇન્ટરનેશનલ બોક્સ ઓફિસ પર પણ 'કાલા' ધમાલ મચાવી રહી છે. access_time 1:39 am IST

  • કેરળમાં ભારે વરસાદ :મૃત્યુ આંક 13 થયો :ઘણા જિલ્લાઓમાં એલર્ટ જાહેર : દેશના દક્ષિણ ભાગમાં ચોમાસુ સક્રિય થઇ ગયું છે. ચોમાસાને કારણે ઘણા દક્ષિણ રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસથી જોરદાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઘણી જગ્યા પર પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. કેરળના અલગ અલગ ભાગોમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદને કારણે અત્યારસુધીમાં 13 લોકોના મોત નિપજ્યા છે વહીવટીતંત્ર દ્વારા ઘણા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે access_time 12:39 pm IST